પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-1-2017, અમદાવાદ
આજે પંકજભાઈ સોની મોતી અને ફૂલ વડે બનાવેલો સુંદર કલાત્મક હાર સ્વામીશ્રીને અર્પણ કરવા ગયા. સ્વામીશ્રીએ તરત જમણી બાજુની દીવાલ પર ગોઠવેલી શ્રીજીમહારાજ અને ગુરુપરંપરાની મૂર્તિઓ તરફ નિર્દેશ કરતાં કહ્યું : ‘ઠાકોરજીને ધરાવો.’
પરાભક્તિ સત્પુરુષના લોહીનો લય છે. તેઓ ક્યારેય ભગવાનને ભૂલતા જ નથી. હાર ઠાકોરજીને અર્પણ થયો. પછી સ્વામીશ્રીએ તે હરિભક્તની ભક્તિ સ્વીકારી.
Vachanamrut Gems
Loyã-7:
The Importance of Bhakti
"… Thus, one who does not offer bhakti to Parabrahma after becoming brahmarup cannot be said to have attained ultimate liberation."
[Loyã-7]