પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-2-2010, ગાંધીનગર
સવારે ભૂમિભ્રમણ કરીને સ્વામીશ્રી આરામમાં જવા માટે પલંગ ઉપર વિરાજ્યા. પોઢતાં પહેલાં સ્વામીશ્રી કહે : ‘પેલો યુવક ક્યાં છે ?’ સૌ વિચારમાં પડ્યા. બધા પોતપોતાની રીતે નામ દેતા હતા. એમાં દિલીપનું નામ આવતાં સ્વામીશ્રી કહે : ‘હા, એ જ.’ આ રીતે સ્વામીશ્રીએ એને સામેથી યાદ કર્યો અને એના ગુણ પણ ગાયા. સ્વામીશ્રી કહે : ‘અક્ષરધામ થયું ત્યારથી એ અહીં છે. બહુ શ્રદ્ધાવાળો છે.’
બીજે દિવસે મુલાકાત દરમ્યાન સ્વામીશ્રીએ જેને યાદ કર્યો હતો એ દિલીપ પણ આવ્યો. તેઓને જોતાં જ સ્વામીશ્રી વહાલપૂર્વક કહે : ‘આયો, મને તો એમ કે દેખાતો નથી એટલે જતો રહ્યો કે શું ? પણ શ્રદ્ધાવાળો છે. (અક્ષરધામ) થયું છે ત્યારથી અહીં જ છે.’
દિલીપ કહે : ‘અને અહીં જ પૂરું કરવું છે.’
આ સાંભળીને સ્વામીશ્રી રાજી થયા. (દિલીપ વર્ષોથી એન્જિનિયર તરીકે સંસ્થામાં ફરજ બજાવે છે.)
Vachanamrut Gems
Gadhadã II-9:
An Ekantik Bhakta
"… Therefore, only one whose strength is based on the conviction of God is a staunch satsangi. Without this, one is merely appreciative of Satsang. Even the scriptures mention that only one who firmly maintains the conviction of God is called an ekãntik bhakta."
[Gadhadã II-9]