પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૭૨
ગોંડલ, ૨૯-૩-'૬૧
યોગીજી મહારાજ અહીં બિરાજતા તેથી ઘણા હરિભક્તો આવતા-જતા. મંદિરમાં ભીડ ઘણી રહેતી. એમાં એક છોકરાએ કંઈ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો અને તે પકડાઈ ગયો. એટલે કેટલાક એને મારપીટ કરવા જતા હતા. એટલામાં તે સ્વામીશ્રીના ઓરડામાં દોડી ગયો અને કરગરવા લાગ્યો. જાણે કંઈ બન્યું જ નથી એવા દયાભાવથી સ્વામીશ્રી એને સાંત્વન આપવા લાગ્યા. એટલીવારમાં એની પાછળ બીજા પણ કેટલાક ભાઈઓ દોડી આવ્યા અને સ્વામીશ્રીને ફરિયાદ કરી. સ્વામીશ્રીએ તો એમને ખાસ સાંભળ્યા પણ નહિ અને તે ચોરીના આરોપવાળા છોકરાને પાસે બોલાવી, ઘેર જવાની રજા આપી. ઘરે સૌને જય શ્રી સ્વામિનારાયણ કહેવા ભલામણ કરી અને સાથે બે માણસ સ્ટેશને વળાવવા મોકલી તેને ટિકિટ પણ કઢાવી આપી.
સમાજના આવાં દોષિત પાત્રો તરફ પણ સ્વામીશ્રી કેવી કરુણાદૃષ્ટિ રાખતા, સહેજ પણ તરછોડ્યા વગર એમનો પક્ષ રાખતા, એનું અદ્ભુત દર્શન સૌને થયું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-14:
Why does a knowledgeable Person not Develop Affection for God?
Muktãnand Swãmi then asked further, “Mahãrãj, one with such extreme indiscretion does not develop affection for God. But what about someone who believes that God is the ocean of all bliss, and that all objects other than God are certainly full of only misery? Despite knowing this, why does he not develop affection for God?”
Shriji Mahãrãj explained, “In either a past life or in this present life, that person has been influenced by extremely unfavourable places, times, company and actions. Due to this, he has performed very intense, sinful karmas that, in turn, have left impressions on his mind. Therefore, despite being able to discriminate between good and bad, he is unable to shun the bad and develop deep affection for God. Moreover, just as the influence of unfavourable places, times, actions and company causes the impressions of sinful karmas to influence the mind, similarly, the influence of extremely favourable places, favourable times, favourable actions and favourable company causes one to perform very intense, pure karmas, the influence of which will destroy the very intense, sinful karmas. Only then does one develop deep affection for God. That is the answer to the question.”
[Gadhadã III-14]