પ્રેરણા પરિમલ
અજાતશત્રુ સ્વામીશ્રી...
(તા. ૨૧-૦૪-૨૦૦૮, સારંગપુર)
મુલાકાતો દરમ્યાન એક મુમુક્ષુ સ્વામીશ્રી સમક્ષ આવતાંવેંત જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. અત્યાર સુધી તેઓ સ્વામીશ્રીના કાર્યના દ્રોહી હતા. આજે પહેલી વખત તેઓ દર્શને આવ્યા હતા. નિખાલસપણે સૌની વચ્ચે કબૂલાત કરતાં તેઓ કહે, 'હું આપનો બહુ જ દ્રોહ કરતો આવ્યો હતો, પણ આજે મને થાય છે કે મેં બહુ જ ખોટું કર્યું છે. મને માફ કરજો.'
સ્વામીશ્રીએ તેઓને શાંત રાખતાં કહ્યું : 'પહેલા જે કંઈ થયું એ ભૂલી જવાનું. અજ્ઞાન છે એટલે થાય, પણ ભૂલી જવાનું. હવે સત્સંગ કરતા રહેજો. ભગવાનને સંભારીને કામ કરજો. ભગવાને માફ કર્યું છે. અજ્ઞાનમાં થઈ જાય એટલે દોષ નથી. તમે અને તમારો પરિવાર સુખી થાય એ આશીર્વાદ છે. નજીક રહો છો તો મંદિરે દર્શને આવતા રહેજો.'
Vachanamrut Gems
Gadhadã III-28:
Understanding God's Glory Eradicates Egotism
“… Therefore, if a person realises the greatness of God and a sãdhu in this way, egotism, jealousy and anger can no longer persist. Moreover, he would behave as a servant of servants before them; and no matter however much they insult him, he would never think of leaving their company and going away. Also, he would never feel in his mind, ‘How long should I tolerate this? I will just stay at home and engage in worship there.’ Thus, if one understands God’s greatness in such a manner, egotism is eradicated.”
[Gadhadã III-28]