પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-1-2017, અમદાવાદ
સ્વામીશ્રીએ આજે સાંજે પશ્ચિમ રિવરફ્રન્ટ પર સાબરમતીનાં નીરમાં પ્રમુખસ્વામી મહારાજનાં અસ્થિનું વિસર્જન કર્યું. ત્યારબાદ સ્વામીશ્રી અને મહાનુભાવો પુનઃ સ્વસ્થાને વિરાજ્યા. સ્વામીશ્રીની નજર નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તરફ ગઈ. ઊંચાઈ ઓછી હોવાથી તેમના પગ હવામાં રહેતા હતા.
સ્વામીશ્રીએ તરત સેવકને નજીક બોલાવીને શ્રી નીતિનભાઈના પગ નીચે ગાદી મૂકવા કહ્યું. સેવક તેમ કરવા ગયા પણ નીતિનભાઈએ નમ્રતાથી ના પાડી.
સ્વામીશ્રીએ પ્રેમભર્યો આગ્રહ કર્યો. નીતિનભાઈએ તરત સ્વીકારી લીધું. પ્રમુખસ્વામી મહારાજના જેવું હેત ને સંભાળ નીતિનભાઈએ જીવંત અનુભવી.
સવારે બ્રહ્મવિહારીદાસ સ્વામીએ સ્વામીશ્રીને પ્રાર્થના કરી હતી કે ‘સભાસ્થળે ઠંડી તથા પવન ખૂબ છે, તેવું રહેશે તો ઉત્સવમાં મજા નહીં આવે.’
સ્વામીશ્રીએ લટકું કરીને આશીર્વાદ આપ્યા હતા કે ‘કાંઈ વાંધો નહીં આવે.’
પ્રકૃતિ પ્રગટ અક્ષરબ્રહ્મના નિયમનમાં છે, તેનો આજે ફરી અનુભવ થયો. અત્યારે એકદમ અનુકૂળ વાતાવરણ હતું. આહ્લાદક, મંદ, મધુર વાયુ વહી રહ્યો હતો. ઠંડીનું તો નામોનિશાન નહોતું.
Vachanamrut Gems
Loyã-12:
The Highest Level of Faith
"Finally, one possessing the highest level of 'nirvikalp faith' realises that countless millions of brahmãnds, each encircled by the eight barriers, appear like mere atoms before Akshar. Such is the greatness of Akshar, the abode of Purushottam Nãrãyan. One who worships Purushottam having become aksharrup can be said to possess the highest level of 'nirvikalp faith'."
[Loyã-12]