પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-9-2010, ભાવનગર
સ્વામીશ્રીના સ્વાસ્થ્યની તકેદારી માટે આજે લોહીનું પરીક્ષણ કરવાનું હતું. સ્વામીશ્રી પૂજા કર્યા પછી મુલાકાતકક્ષમાં પધાર્યા. અહીં સ્વામીશ્રીનું લોહી લેવા માટેની પૂર્વતૈયારી એક ડૉક્ટર કરી રહ્યા હતા. આજુબાજુ ઘણા સંતો ઊભા હતા. એને કારણે ડૉક્ટર થોડાક નર્વસ લાગતા હતા. સ્વામીશ્રી આ સમજી ગયા, એટલે હસતાં હસતાં કહે : ‘જે લોહી લેવું હોય તે લેજો રે, રૂડા સ્વામીને ભજતાં.’ આમ, સ્વામીશ્રીએ વાતાવરણ હળવું કરી આપ્યું. એટલે ડૉક્ટરને પણ નિરાંત થઈ.
સ્વામીશ્રી માનસમર્મજ્ઞ છે - એ વાતનો ખ્યાલ છેક રાત્રે પોઢતાં પહેલાં સ્વામીશ્રી ખુરશી ઉપરથી ઊભા થયા ત્યારે આવ્યો. સ્વામીશ્રી એ વખતે સવારના રહસ્યનો ફોડ પાડતાં કહે : ‘ડૉક્ટર તૈયારી કરતા હતા. સામે બાપુ હતા અને સંતો હતા. એટલે મેં પેલું ગીત જોડી કાઢ્યું, ‘જે લોહી લેવું હોય તે લેજો લે, રૂડા સ્વામીને ભજતાં.’
Vachanamrut Gems
Gadhadã II-63:
The Greatest Merit and the Gravest Sin
“Thus, there is no merit greater than that of serving devotees of God, and there is no sin graver than that of spiting devotees of God…”
[Gadhadã II-63]