પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૭૧
ગોંડલ, તા. ૨૫-૩-'૬૧
આજે રાત્રે કલેક્ટર સાહેબ ગોવિંદસિંહજી ચૂડાસમા યોગીજી મહારાજના દર્શને પધાર્યા હતા. સ્વામીશ્રી પ્રત્યે અનુરાગી એવા એમણે સ્વામીશ્રીને જલદી બીમારી છોડી દેવા વિનંતી કરી. તે સાંભળી, સ્વામીશ્રીએ તેમને હસતાં હસતાં ઉત્તર વાળ્યો, 'અમારાથી અમારા માટે પ્રાર્થના ન થાય - મહારાજને ન કહેવાય. મહારાજે વચનામૃતમાં (ગ.અં. ૨૮) કહ્યું છે કે 'ગમે તેવો આપત્કાળ પડે, તો પણ દેહ પર્યંત મૂંઝાય નહિ. સૂળીએ ચડ્યા હોઈએ તોપણ પ્રાર્થના ન થાય. માટે આપ સૌ હરિભક્તો પ્રાર્થના કરો...' એમ કહી ખૂબ હસ્યા.
આવા પ્રસંગોએ ઘણીવાર સ્વામીશ્રી સહજભાવે એવી તો હાસ્યમુદ્રા દર્શાવતા કે પોતાને નખમાં પણ રોગ નથી એવું સૌને જણાય, તેમજ સૌને શાંતિ પણ થાય.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-28:
The essence of all the scriptures
“… Moreover, the essence of all the scriptures is also that one should only do that which pleases God…”
[Gadhadã II-28]