પ્રેરણા પરિમલ
ભારતની સંસ્કૃતિ આપણે સાચવવી
એક ભાવિક એમના બંને દીકરાઓ સાથે સ્વામીશ્રી પાસે આવ્યા હતા.
એક કહે : 'ડૉક્ટરનું ભણું છું.'
'સારું, સારું. બરાબર ભણજે. પણ ખાવા-પીવા(દારૂ-માંસ)નું કેમ છે ?'
'ચાલે છે.'
સ્વામીશ્રી કહે : 'અમને કદાચ અધ્યાત્મની રીતે ન માને, પણ મૅડિકલની દૃષ્ટિએ તું વિચાર કર કે પીવું એ સારી બાબત છે ?'
'ના.'
'તો જે વસ્તુ તારા શરીરને નુકસાન કરે છે, એને શરીરમાં ઘાલવાની જરૂર જ શું છે ? તું તો ડૉક્ટરનું ભણે છે, તને અમારે બહુ કહેવાનું હોય નહીં. તને કાંઈ મૂકવાનો વિચાર આવે છે ?'
પેલો કાંઈ ઉત્તર આપે એ પહેલાં જ સ્વામીશ્રીએ એમના પિતાશ્રીને પૂછ્યું : 'તમે લો છો ?' પેલા ભાવિક કહે કે, 'પ્રસંગે પ્રસંગે ક્યારેક લેવાનું બને છે.'
'તો પછી મારે આને ઉપદેશ શું આપવો ? એ પાછો મને દલીલ કરશે કે પહેલાં આમને મુકાવો પછી મને વાત કરો. મારે એને શું કહેવું ? તમે તો ભણેલા છો. આની કંઈ જરૂર ખરી? જરૂર વગર અમથું અમથું નાખ નાખ શું કરવું ? અને આ પીવું જ પડે એવું ક્યાં છે ? પાર્ટીઓ વગર શું આપણાં કામ નથી થતાં ?' સ્વામીશ્રીએ આ પ્રકારના ઘણા પ્રશ્નો પૂછી લીધા.
પેલા ભાવિક કહે : 'આપની વાત સાચી છે.'
સ્વામીશ્રી કરુણાર્દ્ર થઈને કહે : 'આ તો તમો વરસોથી ભગવાનની સેવા કરો છો, તો અમારે પણ કંઈક આપને આપવું જોઈએને ! અમે આપને આ આપીએ છીએ કે જીવન પવિત્ર રાખવું, શરીર, સંસ્કાર અને સંસ્કૃતિ બધું સારું રહે તો તમારી પાછલી પેઢીમાં પણ એ વસ્તુ ચાલી આવે અને તમારી પેઢી પણ સુખી થાય.'
સાથે આવેલા હરિભક્ત કહે : 'બાપા ! એમને આશીર્વાદ આપો કે બધું છૂટી જાય.'
સ્વામીશ્રી કહે : 'એ ઊભા થઈને લે તો આપુંને !'
પેલા ભાવિક કદાચ હજી મનમાં મથામણ અનુભવી રહ્યા હશે, પરંતુ સ્વામીશ્રીનું આ વાક્ય સાંભળીને ઊભા થઈ ગયા, સ્વામીશ્રીની નજીક ગયા. સ્વામીશ્રી એમને આશીર્વાદ આપતાં કહેઃ 'હજારો ને અબજો માણસ દારૂ અને માંસ વગર જીવી શકે છે. પણ આ તો ફૅશન થઈ ગઈ કે આ દેશમાં આવ્યા એટલે લેવું જ પડે. એવું કશું જ નથી. તમે કદાચ લો તો પણ આ ધોળિયાઓ તમને પોતાના નહીં ગણે. આપણે આપણી ખાનદાની જાળવી રાખવી જોઈએ.'
પેલા ભાવિક માટે કશું જ બોલવાનું રહ્યું ન હતું. સ્વામીશ્રીએ દરેકને વર્તમાન ધરાવ્યાં અને હાથમાં જળ આપતી વખતે પણ સ્વામીશ્રી બોલતા રહ્યા : 'કાર્ય બધું કરીએ પણ જે વસ્તુ નકામી છે એ કાઢી નાખવી. ભારતની સંસ્કૃતિ આપણે સાચવવી. આપણે અહીંયાં પૈસા કમાવવા માટે આવ્યા છીએ એ બરાબર, પરંતુ સંસ્કાર, સંસ્કૃતિ ને અધ્યાત્મનું દેવું ના કરી નાખવું. એ મૂકવા માટે આપણે નથી આવ્યા એ સાચવવું.'
(તા. ૧૮-૫-૨૦૦૪, ન્યૂયોર્ક)
Vachanamrut Gems
Gadhadã II-8:
Controlling the Senses on Ekadashi
"… Therefore, when observing the fast of Ekãdashi, the eleven indriyas should not be allowed their respective diets. Since such an observance arrives once every fifteen days, one should definitely make a point of observing it. In return, God will become pleased upon one. Without this, however, merely fasting does not please Him."
[Gadhadã II-8]