પ્રેરણા પરિમલ
સંપ, સુહ્રદભાવ અને એકતા
રાત્રે સભા-પ્રસંગમાં યોગીજી મહારાજ કહે, 'વજુભાઈ, આપણે ધારીએ તો આખા મુંબઈને રંગી શકીએ પણ એમાં ત્રણ મુદ્દા જોઈએ - સંપ, સુહૃદભાવ અને એકતા.' તેમાં સંપ ઉપર સમુદ્ર પાસે રત્નો મેળવવા ગયેલા ચાર ભાઈઓની વાત કરી તથા રાજકુમાર અને કારભારીના પુત્રનું દૃષ્ટાંત આપી સુહૃદભાવનો મુદ્દો સમજાવ્યો.
ત્યારે વજુભાઈ મોદીએ પૂછ્યું, 'સત્સંગીનો સમૂહ વધારે હોય તેમાં કોઈને માટે એમ રહ્યા કરે કે આ યોગ્ય થતું નથી. આમાં સમાસ ન થાય...'
'જુઓ, એમાં એમ છે કે આપણા ઘરમાં કોઈની ભૂલ થઈ હોય તો આપણે તેનો ફજેતો કરીએ છીએ ? કે ઘરમેળે પતાવીએ છીએ ? તેમ પ્રેમથી એકાંતે કહેવું પણ રીસથી ન કહેવું. બિલાડી પોતાના બચ્ચાને પકડે ને ઉંદરને પકડે તે બંનેમાં ફરક.' સ્વામીશ્રીએ ગંભીરતાથી કહ્યું. આ સંબોધનમાં સ્વામીશ્રીએ પોતાનો હૃદ્ગત અભિપ્રાય જણાવ્યો. જો મોટા પુરુષની આ રુચિમાં નાના-મોટા સૌ એકમના થઈ ભળી જાય તો બ્રહ્માંડમાં ડંકો વાગે, પણ સૌએ અંતદૃષ્ટિ કરી મોટાની રુચિમાં ભળવાનું છે.
Vachanamrut Gems
Gadhadã II-39:
The Unatonable Sin
“… However, to realise God as being formless is a sin much graver than even the five grave sins. There is no atonement for that sin.”
[Gadhadã II-39]