પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-2-2017, સારંગપુર
સ્વામીશ્રી પ્રાતઃકાળે પ્રાસાદિક સ્થાનોનાં દર્શન કરતાં સંતઆશ્રમની પરસાળમાંથી આગળ વધ્યા. અહીં લગાવેલી જાળીમાંથી સંતો-પાર્ષદો અને સાધકો મુખ બહાર કાઢીને સ્વામીશ્રીનાં દર્શન કરતા હતા.
‘બાળપ્રવૃત્તિ દિવ્ય સંનિધિ પર્વ’માં ભજવાયેલા સંવાદના આધારે તેઓ કહે : ‘બંધીતોડ બાવા આવ્યા... બંધીતોડ બાવા આવ્યા... અમને બંધનમાંથી છોડાવો.’
સ્વામીશ્રી કહે : ‘છૂટી ગયા છો.’
પછી ઉમેરતાં કહે : ‘મનમાં ધારેલું છે - બંધનમાં છીએ; એટલે બંધનમાં છો. બાકી છૂટી ગયેલા છો.’
Vachanamrut Gems
Loyã-9:
The Need of a Satpurush To Attain Gnan
"Gnãn arises if one listens to the Upanishads such as the Bruhadãranya Upanishad, Chhãndogya Upanishad, Kathavalli Upanishad, etc.; the Bhagwad Gitã; the Vãsudev Mãhãtmya; the Vyãs Sutra and other scriptures from a Satpurush."
[Loyã-9]