પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સાંજે ‘બાળપ્રવૃત્તિ દિવ્ય સંનિધિ પર્વ’ના બીજા સત્રમાં સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું : ‘આપને ‘બાળપ્રકાશ’નું લવાજમ ભરવાનું છે, તો ગુજરાતી બાળપ્રકાશનું ભરીએ કે અંગ્રેજીનું ?’
સ્વામીશ્રી કહે : ‘બંને.’
કાર્યકરોએ કહ્યું : ‘સ્વામી ! એમાં એડ્રેસ લખવું પડશે. આપ ક્યાંથી આવો છો તે લખવું પડશે !’
સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘આપણે બધા અક્ષરધામથી આવ્યા છીએ...’
સૌને ઉત્તર મળી ગયો.
આગળના કાર્યક્રમમાં સ્વામીશ્રીને વિનંતી કરવામાં આવી કે ‘સત્સંગના સારરૂપે આપ એક ‘ચિત્ર-આશીર્વાદ’ દોરી આપો.’ સ્વામીશ્રીએ એક મોટો માણસ ને એક નાનું બાળક પરસ્પર પંચાંગ-પ્રણામ કરતા હોય તેવું ચિત્ર દોર્યું અને જણાવ્યું : ‘દાસના દાસ થવું.’
પછી સ્વામીશ્રીને વિનંતી કરવામાં આવી : “આપ ‘સ્વામી કહે’ એ રમત અમને સૌને રમાડો.” પરંતુ સ્વામીશ્રીએ ‘સ્વામી કહે’ની જગ્યાએ ‘શ્રીજી કહે’ એ રીતે રમત ચાલુ કરી.
સ્વામીશ્રી બોલ્યા : ‘શ્રીજી કહે - બધા જમો.’ બધાએ જમવાની મુદ્રા કરી.
સ્વામીશ્રી બોલ્યા : ‘શ્રીજી કહે છે - ઊભા થાવ.’ બધા ઊભા થયા.
સ્વામીશ્રી કહે : ‘શ્રીજી કહે છે - બધા બેસી જાવ.’ બધા બેસી ગયા.
સ્વામીશ્રી બોલ્યા : ‘અ... ટ... પ...’ અને બધાએ અદબ, ટટ્ટાર અને પલાંઠી - એ પ્રમાણે મુદ્રા કરી.’
સૌ ખડખડાટ હસી પડ્યા, કારણ કે આ વખતે સ્વામીશ્રી ‘શ્રીજી કહે’ એમ બોલ્યા નહોતા. પણ પ્રવક્તાએ બાજી હાથમાં લેતાં કહ્યું : ‘સ્વામીશ્રી આ બધા હારી ગયા નથી, કારણ કે આપ ભલે ‘શ્રીજી કહે’ એમ બોલ્યા નથી, પણ ખરેખર તો શ્રીજી જ બોલ્યા છે, બરાબર ને !’
સ્વામીશ્રીએ જવાબમાં મધુર સ્મિત કર્યું.
આગળ સ્વામીશ્રીને વિનંતી કરવામાં આવી કે ‘સત્સંગ શિક્ષણ પરીક્ષાનું ફળ શું છે ? તે આપ લખી આપો.’
સ્વામીશ્રીએ લખ્યું : ‘સત્સંગ પરીક્ષાનું ફળ અક્ષરધામ.’
સૌનાં અંતરમાં આ શબ્દો સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની અત્યંત દૃઢતા કરાવી ગયા.
Vachanamrut Gems
Panchãlã-3:
Uprooting Desires and Developing Love for God
"Realising this, one should uproot the indriyas, the antahkaran and the vishays from the jiva and develop love for God - only that is appropriate. As long as one has not uprooted them, one should extract work from them in the form of the darshan, touch, etc., of God…"
[Panchãlã-3]