પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-9-2010, સારંગપુર
સ્વામીશ્રી રોજ સવારે પાણીનું એક પણ ટીપું પીધા વગર રોજ સરેરાશ 150થી વધારે હરિભક્તોને મળીને તેઓનાં દુઃખ સાંભળે છે. મોટે ભાગે સમય ઓછો જ પડતો હોય છે. આજની મુલાકાતોમાં આવા પ્રશ્નોવાળા મુલાકાતીઓ વધારે આવ્યા હતા. એક પછી એક હરિભક્તો આવતા જતા હતા. ક્યાંય છેડો આવતો હોય એવું દેખાતું ન હતું. સ્વામીશ્રીને મળ્યા પછી અને આશીર્વાદ લીધા પછી આ હરિભક્તોનાં અંતરમાં જે આનંદ ઉછાળા મારતો હોય છે, એની તો વાત જ નોંખી.
આજની મુલાકાતો પૂરી થઈ. સ્વામીશ્રી રૂમ તરફ જઈ રહ્યા હતા અને બોલ્યા : ‘ઇતિ વચનામૃતમ્.’ સ્વામીશ્રી જાણે એ જ કહી રહ્યા હતા કે ભગવાન અને સંતના શરણે આવે અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તો જ પ્રશ્નનો છેડો આવી જાય અને તો જ ‘ઇતિ વચનામૃતમ્’ શક્ય બને.
Vachanamrut Gems
Gadhadã III-21:
A True Friend
“Why do I say this? Because as you have all become My disciples, I should tell you that which is beneficial to you. After all, a true friend is he who tells us that which is of benefit to us, even if it may appear to hurt. Please realise this as the characteristic of a true friend.”
[Gadhadã III-21 ]