પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
એક મુમુક્ષુ દર્શને આવ્યા. તેઓના નજીકના સગાના અપમૃત્યુ પછી તેઓ ભૂતયોનિમાં રહીને પરિવારને હેરાન કરી રહ્યા છે એવું તેઓના મનમાં હતું. 30 વર્ષથી ધંધામાં બરકત આવતી ન હતી અને છ મહિના પહેલાં એણે કહ્યું હતું કે ‘તારા બાપુજીને છ મહિનામાં મારી નાખીશ.’ અને બાપુજી છ મહિનામાં જ ધામમાં ગયા હતા. હવે એમ કહે છે કે ‘બાપુજી જેવી જ તમારા બધાની દશા કરીશ.’
સ્વામીશ્રીએ તેઓની વાત સાંભળી અને પછી કહ્યું : ‘બાપુજીનું તો ધામમાં જવાનું નિમિત્ત હશે એટલે ગયા હશે ! બાકી પેલાએ કહ્યું એટલે થયું છે એમ માનવાની જરાયે જરૂર નથી. પેલો બોલ્યો અને થયું એટલે મનમાં થઈ જાય ખરું, પણ શ્રીજીમહારાજનો આશરો છે એટલે બધી રીતે રક્ષા કરે છે. પેલું તો નિમિત્ત હતું, માટે મનમાંથી વહેમ કાઢી નાખજો.’
Vachanamrut Gems
Gadhadã II-15:
The Power of Thought
"… In the very same way, if the inner enemies of lust, anger, etc., hinder a person while he is striving to attain liberation, he would harbour the same sort of enmity towards them as well; moreover, that enmity would never diminish. Whoever applies such a thought can eradicate all swabhãvs with that thought alone."
[Gadhadã II-15]