પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૮૩
લંડન, તા. ૨૧-૬-૧૯૭૦
યોગીજી મહારાજના નિયત કાર્યક્રમ મુજબ તા. ૨૨-૬-૭૦ના રોજ સ્વામીશ્રી અહીંથી દેશ જવા વિદાય થવાના હતા. પણ પાછળથી પ્લેનની તથા રૂટની અસુવિધાને કારણે એ કાર્યક્રમ રદ થયો. અહીંના યુવકો તથા હરિભક્તોનો આગ્રહ પણ અત્યંત હતો. સ્વામીશ્રી સૌને વધુ સુખી આપવા રોકાઈ ગયા.
યુવકો તથા હરિભક્તો ખૂબ ભીડો વેઠી સ્વામીશ્રીના સેવા-સમાગમનો લાભ લઈ રહ્યા હતા. ઉત્સવો પણ અલૌકિક થયા. સ્વામીશ્રીનો જન્મોત્સવ તથા અક્ષરપુરુષોત્તમ મહારાજનો મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ અદ્ભુત થયા અને જાહેર સત્સંગ સભાઓમાં પણ પ્રભાવ સારો પડ્યો. ઇંગ્લેન્ડની હિંદી વસ્તીમાં પણ આ વિશિષ્ટ સંત-પ્રસંગથી અનેરો ઉત્સાહ આવી ગયો. હિંદુત્વની અસ્મિતા જાગ્રત થઈ ગઈ.
તા. ૨૩-૬-૭૦, હિંદુધર્મના એક પ્રચારક દિલીપ વેદાલંકાર અમેરિકા જઈ રહ્યા હતા. સ્વામીશ્રીના આશીર્વાદ ઝંખતા તેઓ આવ્યા ત્યારે સ્વામીશ્રી કહે, 'તમારે ત્રણ વાતનો પ્રચાર કરવાનો. એક તો સ્વામિનારાયણ ભગવાનનો સંદેશ આપવાનો, બીજું, બધાંને વ્યસન છોડવાનું સમજાવવું અને ત્રીજું, સંગઠનભાવની વાત કરવી. આપણે હિંદુ બધા એક છીએ તે સંપથી રહેવું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-44:
False Understanding
"Therefore, as long as a person believes the body to be his true self, his entire understanding is totally useless…"
[Gadhadã I-44]