પ્રેરણા પરિમલ
ચોર પ્રત્યે પણ કરૂણા
યોગીજી મહારાજ ગોંડલમાં બિરાજતા હતા. ત્યારે ઘણાં હરિભક્તો આવતા-જતા. મંદિરમાં ભીડ ઘણી રહેતી. એમાં એક છોકરાએ કંઈ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો અને તે પકડાઈ ગયો. એટલે કેટલાક એને મારપીટ કરવા જતા હતા. એટલામાં તે સ્વામીશ્રીના ઓરડામાં દોડી ગયો અને કરગરવા લાગ્યો. જાણે કંઈ બન્યું જ નથી એવા દયાભાવથી સ્વામીશ્રી એને સાંત્વન આપવા લાગ્યા. એટલીવારમાં એની પાછળ બીજા પણ કેટલાક ભાઈઓ દોડી આવ્યા અને સ્વામીશ્રીને ફરિયાદ કરી. સ્વામીશ્રીએ તો એમને ખાસ સાંભળ્યા પણ નહિ અને તે ચોરીના આરોપવાળા છોકરાને પાસે બોલાવી, ઘેર જવાની રજા આપી. ઘરે સૌને જય શ્રી સ્વામિનારાયણ કહેવા ભલામણ કરી અને સાથે બે માણસ સ્ટેશને વળાવવા મોકલી તેને ટિકિટ પણ કઢાવી આપી.
સમાજના આવા દોષિત પાત્રો તરફ પણ સ્વામીશ્રી કેવી કરુણાદૃષ્ટિ રાખતા, સહેજ પણ તરછોડ્યા વગર એમનો પક્ષ રાખતા, એનું અદ્ભુત દર્શન સૌને થયું.
Vachanamrut Gems
Gadhadã III-28:
Eradicating One's Faults
“…Therefore, a person suffers a setback due to the faults that still remain in him, even though he has the conviction of God. But if one eradicates one's faults at the outset - when one establishes one's conviction - then one will not suffer a setback.…”
[Gadhadã III-28]