પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-9-2017, રોબિન્સવિલ
સ્વામીશ્રી અલ્પાહાર કરવા વિરાજ્યા. સ્વપ્નદર્શનની ઉત્સાહથી વાત કરતાં કહે : “હું અભિષેક કરવા ગયો. પણ ઘનશ્યામ મહારાજ લીન થઈ ગયા. પછી ચારે બાજુ હું જોઉં કે ક્યાં ઊભા છે ? એક ખૂણામાં ઊભા હતા. પછી મેં વિચાર કર્યો કે ‘જવું કે ના જવું ?’ પછી એમણે બોલાવ્યો એટલે ગયો. ત્યાં ગુમ. બીજા ખૂણામાં ઊભા હતા. પછી ઈશ્વરચરણદાસ સ્વામી આવ્યા. તેમને પહેલાં મૂર્તિ દેખાઈ ગઈ. પણ પાસે આવ્યા ને ગુમ થઈ ગઈ. પછી સદ્ગુરુ સંતો બધા આવ્યા. એ ઊભા હતા, બહુ ઍક્ટિવ નહોતા. હું ને ઈશ્વરચરણદાસ સ્વામી દોડાદોડી કરીએ, પણ ઘનશ્યામ મહારાજ હાથમાં આવે જ નહીં. ભક્તિ ને શ્રીજી (ભક્તિનંદન સ્વામી ને શ્રીજીસ્વરૂપ સ્વામી) દૂર ઊભા હતા, તે હસે. મેં કહ્યું : ‘હસવા જેવી વાત છે ?’ તે કહે : ‘ચાવી તમારા હાથમાં જ છે.’ ચાવી - ‘દાસ.’ એ આવ્યું ને ઘનશ્યામ મહારાજ તરત આવી ગયા, ને ગોઠવાઈ ગયા.”
સ્વામીશ્રીનાં સપનાંય કેવાં અલૌકિક હોય છે !
Vachanamrut Gems
Gadhadã II-44:
A Demonic Person
“On the other hand, a person who is demonic never perceives even a single flaw within himself; instead, he perceives only flaws in other devotees…”
[Gadhadã II-44]