પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-9-2017, રોબિન્સવિલ
આજે જ્યારે સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે ‘પરમહંસ મંડપમ્’માં પ્રથમ સ્તંભના પૂજન નિમિત્ત મંચ પર ચાર સ્તંભ ઊભા કરવામાં આવ્યા હતા. દરેકની અંદર એક-એક પરમહંસ હતા.
સ્વામીશ્રી ચાલતાં સિંહાસન પાસેના થાંભલે પધાર્યા ત્યારે તેમાં રહેલા પરમહંસ થોડા હલ્યા, સ્વામીશ્રીએ તરત જ ઉપર જોયું, તો તે પરમહંસ હસ્યા પણ ખરા ! સ્વામીશ્રી એકદમ આનંદ અને આશ્ચર્ય પામીને તેમની સામું જોવા લાગ્યા, કારણ કે સ્વામીશ્રીને એમ કે સ્તંભ ઉપર પરમહંસની મૂર્તિ જડેલી છે. પણ અહીં તો એક બાળક મૂર્તિની જેમ પરમહંસ બનીને ઊભો હતો.
આ પરમહંસરૂપી બાળકના હાથમાં હાર હતો જે તેમણે સ્વામીશ્રીને પહેરાવવા લંબાવ્યો. સ્વામીશ્રી તરત જ ઠાકોરજીને શોધવા લાગ્યા. પાછળથી સંતોએ કહ્યું : ‘સ્વામી ! ધરાવ્યો છે.’ સ્વામીશ્રી આગળ વધ્યા ને એ પરમહંસે હાથ લંબાવીને સ્વામીશ્રીના કંઠમાં તે હાર પધરાવી દીધો. સ્વામીશ્રીએ તેમનો ચરણસ્પર્શ કરવા હાથ લંબાવ્યો... પરમહંસ બનેલો બાળક તો ના ના પાડતો રહ્યો, પણ સ્વામીશ્રીએ મહિમાથી તેનો ચરણસ્પર્શ કરી જ લીધો !
ચાલતાં ચાલતાં બીજા સ્તંભ પાસે પધાર્યા. અહીં સ્તંભમાં શોભતા બીજા જીવંત પરમહંસનો પણ સ્વામીશ્રીએ મહિમાથી ચરણસ્પર્શ કરી લીધો.
અદ્ભુત, અલૌકિક, દિવ્ય અને અવિસ્મરણીય દૃશ્ય હતું એ !!
સ્વામીશ્રી ભક્તોને આખો દિવસ નમતા તો હોય જ છે, પણ એમની ખરી રુચિ તો ભક્તોને રીતસર પગે લાગવાની જ હોય છે એ આવા પ્રસંગોએ અનુભવાય.
Vachanamrut Gems
Gadhadã II-66:
Pray to God to Recognise and Destroy one's Faults
“For those faults which one cannot recognise, one should pray to God: ‘Mahãrãj, please be compassionate and destroy whichever faults I may have’ …”
[Gadhadã II-66]