પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-9-2010, સારંગપુર
આત્મતૃપ્ત સ્વામી શ્રવણ માસનું વિચરણ કરીને આવ્યા હતા. તેઓએ પણ હરિભક્તને સ્પર્શેલી દિવ્યતાના પ્રસંગની વાત કરતાં સ્વામીશ્રીને કહ્યું :
“સિદ્ધપુરમાં જયકિશનભાઈ ઠક્કર નામના એક ઉત્સાહી કાર્યકર છે. તેઓ વ્યસને પૂરા હતા, પરંતુ સ્વામીશ્રીનાં દર્શને વ્યસન છૂટી ગયાં હતાં. થોડાક સમય પહેલાં સિદ્ધપુરમાં મહંત સ્વામીની પધરામણી હતી અને જયકિશનભાઈના ઘરે ઠાકોરજી જમાડવાના હતા. ઉત્સાહી જયકિશનભાઈના મનમાં એમ થયું કે આવા મોટા પધારે છે અને ખૂબ ગરમી છે તો તેમના માટે એ.સી. નખાવું. તેઓ ભાડે એ.સી. મળે એની શોધમાં હતા, પરંતુ ક્યાંય મળ્યું નહીં. એટલે મનમાં વિચાર કર્યો કે ‘નવું ખરીદી લઉં.’
મધ્યમ વર્ગના તેઓ સંતો માટે આવી વ્યવસ્થા ઊભી કરતા હતા. એ દરમ્યાન તેઓના મિત્ર આવ્યા અને પૂછ્યું કે ‘શું કરે છે ?’
જયકિશનભાઈએ બધી વાત કરી. એટલે એણે કહ્યું : ‘મારો એક મુસલમાન મિત્ર છે, જે એ.સી. રિપૅર કરે છે, એની પાસે જઈએ. એક દિવસ માટે એ તને એ.સી. આપે એ વાત કરીશું.’
બંને મુસલમાન મિત્રને ત્યાં ગયા, બધી વાત કરી અને કહ્યું : ‘જે કંઈ ભાડું થાય એ હું આપી દઈશ, પણ તું એ.સી. મારા ઘરે એક દિવસ માટે નાખી આપ.’
પેલા મુસલમાને પૂછ્યું કે ‘કોના માટે આ બધું કરો છો ?’
ત્યારે જયકિશનભાઈએ કહ્યું : ‘પ્રમુખસ્વામીના સંતો મારે ત્યાં આવવાના છે, એટલે હું આ કરું છું.’
આ સાંભળીને પેલા મુસલમાને કહ્યું : ‘જો પ્રમુખ-સ્વામી માટે હોય તો મારે કોઈ પૈસા લેવા નથી. હું મારા ખર્ચે એ.સી. નાખીને લઈ જઈશ.’
જયકિશનભાઈએ કહ્યું : ‘તને આટલો બધો ભાવ કઈ રીતે ?’
પેલા મુસલમાને કહ્યું : ‘મને પ્રમુખસ્વામી પ્રત્યે અત્યંત આદર છે. તેઓ પવિત્ર આત્મા છે. અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો ત્યારે એમણે જે રીતે અપીલ કરી એના લીધે ગુજરાતના મુસલમાનો બચી ગયા. મને આ વાત ખૂબ સ્પર્શી ગઈ છે.”
આ સંદર્ભમાં ઘનશ્યામચરણ સ્વામી (ઘનશ્યામબાપા) કહે : ‘આપે બધાની નજર ખેંચી લીધી છે. ‘બાપા, બાપા’ બધા કરે છે. આપે શું કામણ કર્યાં છે ?’
સ્વામીશ્રી કહે : ‘બાપા (તમે) ફર ફર કરે છે એટલે કામ થાય છે. સંતો ફરે છે, ગામોગામ ફરે છે, એટલે કામ થાય છે.’
ભદ્રેશ સ્વામી કહે : ‘આ તો આપની વાત કરે છે ?’
સ્વામીશ્રી કહે : ‘આપણે સંતોની વાત કરીએ. સંતો કાંઈ ઓછાં કામ કરે છે ? ગામડે ગામડે ગારો ખૂંદતાં ખૂંદતાં ગયા.’
નારાયણચરણ સ્વામી કહે : ‘આપ પણ બધે એ જ રીતે ફર્યા છો ને !’
સ્વામીશ્રી કહે : ‘કાદવમાંય ફર્યા છીએ અને બધે ફર્યા છીએ, પણ અત્યારે સંતો કેટલો દાખડો કરે છે ?’
ભદ્રેશ સ્વામી કહે : ‘કાંચીપુરમ્ના શંકરાચાર્યને મળવા ગયા હતા ત્યારે એમણે કહ્યું હતું કે હું રોજ પ્રમુખસ્વામીના ફોટાને જોઉં છું. આ ઉંમરે હજી પણ તેઓ વિચરણ કરે છે.’
Vachanamrut Gems
Gadhadã III-14:
Right kind of Company
Thereafter Gopalanand Swami asked, “During one's childhood or during one's youth, what type of company should be sought?”
Shriji Maharaj answered, "Both should affectionately keep the company of a person who is senior in age; is firm in dharma, gnan and vairagya, and has deep affection for God."
[Gadhadã III-14]