પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
રાત્રે સ્વામીશ્રીને એક ફોન આવ્યો. એક હરિભક્તના દીકરાની પત્નીથી એક ભૂલ થઈ ગઈ હતી. જોકે પત્નીએ ભૂલ કબૂલ કરી હતી, પરંતુ આ હરિભક્ત અને એમના દીકરાને મનમાંથી વાત નીકળતી ન હતી. સ્વામીશ્રીએ આખી વાત શાંતિથી સાંભળી અને પછી કહ્યું કે ‘એ ભૂલ કબૂલ કરે છે, પસ્તાવો થયો છે, તો એક વાર માફી આપી દો. તમે મનમાંથી શંકા કાઢી જ નાખો. ભુલાઈ જશે. વાંધો નહીં આવે. લોકો પણ ભૂલી જતા હોય છે. મહિને, બે મહિને, પાંચ-દસ મહિને કે વરસે આ બધું ભુલાઈ જાય છે. માટે ચિંતા કરશો નહીં.’
ક્ષમાનું શસ્ત્ર આપીને સ્વામીશ્રીએ એક પરિવારને છિન્નભિન્ન થતો બચાવી લીધો.
Vachanamrut Gems
Gadhadã II-18:
Means to Redeeming Five Sins
"… Now, even if a person has committed the five grave sins, if he has faith in God, then at some time or another he will be redeemed…"
[Gadhadã II-18]