પ્રેરણા પરિમલ
ધણીનો ધણી
ગોંડલમાં નિત્યકર્મથી પરવારી યોગીજી મહારાજ ઉકાળો પી રહ્યા હતા, એવામાં ગામમાંથી છોટુભાઈ વકીલ આવી પહોંચ્યા. ગોંડલ ગામના પોતાના આ જૂના સખા-ભક્તરાજને જોઈને સ્વામીશ્રી રાજી થતા. તેમના આવતાની સાથે જ સ્વામીશ્રીએ તેમને વધામણી આપી કે અમે ગઈકાલથી સાજા થઈ ગયા છીએ. પછી પોતાના પાત્રમાંથી કોરી પ્રસાદી છોટુભાઈને આપવા લાગ્યા એટલે તેઓ કહે, 'બાપા, કાલે આપી હતી, અત્યારે ન આપો તો સારું.' (તેમનો આશય સ્વામીશ્રીને જમવામાં વિક્ષેપ નહિ પાડવાનો હતો. નહિ તો એમની પ્રસાદી કોણ છોડી શકે ? પણ માંદગીને કારણે સ્વામીશ્રી નહિવત્ જ જમતા ને તેમાં પણ આવી રીતે સૌને વહેંચી દઈને પોતાનું પાત્ર ખાલી કરી દેતા અને સેવકોને દેખાડતા કે જુઓ હું બધું જ જમી ગયો છું !)
પણ સ્વામીશ્રીએ જરા દૃઢતાપૂર્વક કહ્યું : 'મારે પ્રસાદી આપવી જ છે, ધણીનો કોઈ ધણી છે?...' સદા દાસત્વભાવે વર્તતા સ્વામીશ્રીના મુખમાંથી આવા પરભાવના શબ્દો જવલ્લે જ નીકળતા. પણ જ્યારે એમના મુખેથી આવા શબ્દો સાંભળવા મળતા, ત્યારે એમના મુખકમળ ઉપર ક્યારેય ન જોયો હોય એવો અલૌકિક ભાવ પણ અચૂક જોવા મળતો !
Vachanamrut Gems
Gadhadã II-60:
One Should Not Consider all Sãdhus to be Equal
“… Similarly, if a person in this world believes, ‘As far as I am concerned, all sãdhus are equal. Who is good and who is bad?’ – then even if he is considered to be a satsangi, he should be known to be a non-believer…”