પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સ્વામીશ્રીએ રાત્રે ચેષ્ટાગાન પછી સંતોને શયનદર્શન આપ્યાં ત્યારે ભદ્રેશદાસ સ્વામી કહે : ‘ભયી સંતન કી ભીડ...’
સ્વામીશ્રી કહે : ‘આ ભીડ સારી.’
પછી એક સંત કહે : ‘અમે તો દોષના ભરેલા છીએ. તો અમારા દોષ તો દેખાય ને ?’
સ્વામીશ્રી એકદમ કરુણાભર્યા સ્વરે કહે : ‘દોષ અમે ગણતા જ નથી.’
સૌને પ્રતીતિ થઈ કે ‘જન અવગુણ પ્રભુ માનત નહિ, દીનબંધુ અતિ મૃદુલ સ્વભાઉ.’
બ્રહ્મયોગીદાસ સ્વામી પ્રાર્થના કરતાં કહે : ‘એવી દૃષ્ટિ અમને આપી દો.’
‘થશે જ.’ સ્વામીશ્રી ચપટી વગાડી બોલી ઊઠ્યા.
કેટલું મોટું સાંત્વન ! આવું સાંત્વન, આવી બાંહેધરી ગુણાતીત સત્પુરુષ સિવાય બીજું કોણ આપી શકે ?
Vachanamrut Gems
Loyã-16:
Eradicating Egotism
Thereupon, Muktãnand Swãmi asked, "Mahãrãj, how can egotism be eradicated?"
Shriji Mahãrãj explained, "He who thoroughly realises the greatness of God cannot be egotistical…"
[Loyã-16]