પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સ્વામીશ્રી અક્ષરધામ દર્શન કરવા માટે પધારવાના હતા. સ્વામીશ્રીની વ્હીલચૅર ગોલ્ફકાર્ટમાં આવી જાય એ રીતની વ્યવસ્થા આયોજકોએ કરી હતી. એટલે જ ‘સર્વસ્વ’ના ઉતારાની બહાર ગોલ્ફકાર્ટ સુધી પગથિયાં ઊતર્યા વગર સીધેસીધું જ પહોંચી જવાય એ માટે લાકડાનો એક બ્રિજ પગથિયાં અને ગોલ્ફકાર્ટની વચ્ચે કરવામાં આવ્યો હતો. સ્વામીશ્રી ‘સર્વસ્વ’ના દાદરાના ઓટલા સુધી પહોંચી ગયા, પરંતુ હજી ગોલ્ફકાર્ટ આવી ન હતી. ગોલ્ફકાર્ટના ચાલક દેવેન્દ્રને સંતોએ બૂમ પાડી. તેઓ આમ તો આવી જ રહ્યા હતા, પરંતુ બૂમ પડતાં તેઓએ થોડીક સ્પીડ વધારી. રિવર્સ કરીને જ ગોલ્ફકાર્ટ લાકડાના બ્રિજની ધાર સુધી આવી શકે એમ હતું. એટલે સ્પીડ સાથે તેઓએ ગોલ્ફકાર્ડ થોડીક આગળ લીધી. એ જ જગ્યાએ અખંડદર્શન સ્વામી ઊભા હતા. દેવેન્દ્રનું ધ્યાન જતાં તેઓએ શોર્ટબ્રેક મારી અને ગોલ્ફકાર્ટ રિવર્સમાં લઈને બ્રિજની ધાર સુધી પાછા વળ્યા. બન્યું એવું કે એ જ અરસામાં સ્વામીશ્રી બ્રિજ ઉપર ઊભા રહીને રાહ જોઈ રહ્યા હતા. ગોલ્ફકાર્ટ લાકડાના બ્રિજ સુધી આવી એટલે સ્વામીશ્રીની વ્હીલચૅર પણ ગોલ્ફકાર્ટના છેડા સુધી આવી ગઈ ને ત્યાં જ લાકડાનો બ્રિજ ધડાકા સાથે વચ્ચેથી બેસી પડ્યો. સ્વામીશ્રી તો ગોલ્ફકાર્ટને છેડે પહોંચી ગયા હોવાથી બીજી કોઈ હાનિ થાય એમ હતું નહીં, પરંતુ અવાજ સાંભળીને એકદમ સહજભાવે હસતાં હસતાં સ્વામીશ્રીએ અખંડદર્શન સ્વામીને કહ્યું : ‘આ (અકસ્માત) તમારે આવવાનું હતું એને બદલે અમારે આવ્યું.’
સ્વામીશ્રીના આ શબ્દોમાં શ્રીજીમહારાજે હરિભક્તો વતી માગેલા કરોડો વીંછીના દુઃખની કરુણા પડઘાતી હતી.
Vachanamrut Gems
Gadhadã II-10:
Power of Bhakti
"Bhakti has a lot of power; and while gnãn and vairãgya also have such power, it is not as much as that of bhakti. However, true bhakti is extremely rare…"
[Gadhadã II-10]