પ્રેરણા પરિમલ
એક અદભૂત સ્મૃતિ!
મુલાકાત દરમ્યાન એક બાળક સ્વામીશ્રી પાસે આવ્યો. પોતાના શર્ટનું ઉપલું બટન ખોલ્યા પછી અંદર દેખાતી ગંજીને સ્વામીશ્રી સમક્ષ ધરતાં એણે કહ્યું : 'બાપા ! મને અહીં સહી કરી આપો.'
સ્વામીશ્રીએ પેન તો હાથમાં લીધી પણ આજુબાજુ ઊભેલા સંતો કહે : 'બાળકો તો અનુસરણશીલ હોય છે, એકને લખી આપશો તો અનેક આપની પાસે આવશે.'
સ્વામીશ્રી એ બાળકને નિરાશ ન કરી શક્યા. સહી તો ન કરી, પણ ઉતાવળે બે-ત્રણ લીટીઓ કરી આપી. આ પણ એક અદ્ભુત સ્મૃતિ હતી. બાળકોને માટે સ્વામીશ્રી સદૈવ ચિંતિત છે. બાળકોની લાગણીઓ મુરઝાઈ ન જાય અને સત્સંગમાં તેઓ આગળ વધતાં રહે એ માટે એની ગાંડીઘેલી મનોકામનાઓને પણ સ્વામીશ્રી સાનુકૂળ પ્રતિસાદ આપે છે. બાળકો પછી સ્વામીશ્રીના કેમ ન થાય ?!
(તા. ૭-૫-૨૦૦૪, શુક્રવાર, લંડન)
Vachanamrut Gems
Gadhadã II-10:
Requirements for Attaining Liberation
"… Therefore, a person who aspires to attain liberation should realise God to possess a definite form and should maintain His firm refuge."
[Gadhadã II-10]