પ્રેરણા પરિમલ
કળિયુગમાં સતયુગ!
સ્વામીશ્રીની મુલાકાતે એક યુવક પોતાના પિતાશ્રીને લઈને આવ્યો. એના કપાળ ઉપર તિલક-ચાંદલો હતો. સ્વામીશ્રીને દંડવત્ કરીને, ચરણસ્પર્શ કરીને એ બેઠો. સ્વામીશ્રીને જોતાં જ રડતાં રડતાં એ બોલ્યો : 'બાપા ! અમારા પિતાજીનું કંઈક કરો.'
'શું છે તારા પિતાજીને ?'
તે કહે : 'દારૂ ને માંસ લે છે.'
સ્વામીશ્રી થોડા ટટ્ટાર થયા. લંબાવેલા પગની અડધી પલાંઠી વાળી એના પિતાજીને કહે : 'સાંભળો, આ તમારા દીકરાને. આ જમાનામાં આવો દીકરો કોઈને મળે ? તમારે એને સુધારવાનો હોય, એની જગ્યાએ ભગવાન એનામાં પ્રેરણા કરીને તમને કહે છે. માંસ વગેરે ખાધા વિના કરોડો લોકો જીવે છે, કેમ ન જિવાય ? નક્કી કરો. આ છોકરામાં મહારાજે જ પ્રવેશ કર્યો છે. એમ માનો.'
સ્વામીશ્રી સમજાવતા હતા એ દરમ્યાન આ યુવાન ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. સત્સંગનો આ પ્રતાપ છે. વિદેશની ભૂમિ ઉપર આવાં દર્શન સત્સંગસમાજ સિવાય મળવાં અત્યંત દુર્લભ છે. અહીં સત્સંગને પ્રતાપે અવળી ગંગા વહે છે. સ્વામીશ્રીનું આ જ સુવર્ણ પૃષ્ઠ છે. પેલા ભાઈ પીગળ્યા અને હવેથી દારૂ-માંસ ન લેવાનો નિયમ લીધો.
સ્વામીશ્રીએ કહ્યું: 'આ નિયમ હવે જીવનના અંત સુધી પાળજો. અને નિયમ પાળવાનું બળ મળે એટલા માટે મંદિરે આવજો અને સંત-સમાગમ કરતા રહેજો.'
(તા. ૩-૫-૨૦૦૪, સોમવાર, લંડન)
Vachanamrut Gems
Gadhadã II-11:
Activities of a Devotee and Non-Devotee
"But in fact, there is vast difference between the activities of a devotee of God and the activities of a non-believer. How? Well, all activities of a non-believer are for pampering his indriyas, whereas all activities of a devotee of God are solely for serving God and His devotee…"
[Gadhadã II-11]