પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-2-2017, ગઢડા
જમ્યા બાદ સ્વામીશ્રીએ નિજકક્ષમાં જ શતપદી - 100 ડગલાં ચાલવાં શરૂ કર્યાં. કક્ષમાં લાઇટ ઓછી હતી તેથી સેવક સંતે કહ્યું : ‘લાઇટ ચાલુ કરો.’ સેવામાં જોડાયેલા અન્ય સંતોએ ફટાફટ બધી લાઇટો ચાલુ કરી દીધી. સ્વામીશ્રીએ તરત જ કહ્યું : ‘જરૂર પૂરતી લાઇટ ચાલુ રાખો.’
ભલે, આવા સંત માટે ‘લક્ષ્મીજી અર્ધાંગના મારી,
તે મારા સંતની દાસી રે...’ હોય, પણ સાચા અર્થમાં લક્ષ્મીજીની ખરી કદર પણ આવા જ સંત કરતા હોય છે.
Vachanamrut Gems
Loyã-6:
The Importance of Being Flexible
"…But, if one has firmly decided in one's own mind, 'I want to do this,' then that type of thinking should be repeatedly altered on the advice of a sãdhu. If he suggests, 'You should not sit here and should not do this,' then one should not sit there and should not do that. If, in this case, one's own decision is altered, it would be beneficial; if it is not altered and one does as one pleases, then that would be detrimental."
[Loyã-6]