પ્રેરણા પરિમલ
મુલાકાતો દરમ્યાન એક યુવકે...
મુલાકાતો દરમ્યાન એક યુવકે સ્વામીશ્રીને પૂછ્યું : 'ગૃહસ્થાશ્રમમાં બ્રહ્મચર્ય કઈ રીતે રહે ?'
સ્વામીશ્રીએ કહ્યું : 'ગૃહસ્થને તો 'એક નારી સદા બ્રહ્મચારી.' એક પત્નીવ્રત. એણે બીજે વૃત્તિ ન રાખવી. પત્ની સાથે વ્યવહાર, પણ બીજી કોઈ પણ સ્ત્રી હોય તો એને મા ને બહેન સમજવી. અને અમારે સંતોએ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય રાખવાનું હોય.'
યુવકે પૂછ્યું : 'મૅરેજ ન કરીએ અને બ્રહ્મચર્ય રાખવું હોય તો આ સાધુનાં કપડાં પહેરવાં જરૂરી છે ?'
સ્વામીશ્રી કહે : 'ના, એવું કંઈ નથી. ઘણા આ રીતે રહ્યા છે. પણ આ કપડાંમાં એટલું જ ધ્યાન રાખવાનું કે ક્યાંક લપસી ન જવાય.'
(તા. ૩-૬-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Gadhadã II-11:
Consequences of Perceiving a Flaw in a Devotee
"Therefore, if in any way a person perceives a flaw in a devotee of God who, by God's command, performs karmas for the purpose of pleasing God, then adharma and its retinue will enter and reside in the perceiver's heart."
[Gadhadã II-11]