પ્રેરણા પરિમલ
ભગવાનની ઇચ્છા જ આ હતી!
ન્યૂયોર્કમાં આજે સ્વામીશ્રીની પ્રાતઃપૂજા મહાવલ્લભ ગણેશ મંદિરના આૅડિટોરિયમમાં રાખવામાં આવી હતી. સ્વામીશ્રીની ગાડી તે તરફ આગળ વધી રહી હતી. એક વળાંકે ચાલક જીતુભાઈએ ગાડીને ડાબી બાજુએ વાળી. આ જોતાં સ્વામીશ્રી બોલ્યા : 'આપણે સીધું નથી જવાનું ? એ રસ્તો નથી ?'
જીતુભાઈ કહે : 'મને આ બાજુથી આવવા જણાવવામાં આવ્યું છે.'
હકીકતે ગાડીને આૅડિટોરિયમના પાછળના દરવાજેથી લેવાની સૂચના હતી, પરંતુ ત્યાં જાણીતો કોઈ જ ઊભો રહ્યો ન હોવાથી સ્વામીશ્રીએ જે માર્ગ ચીંધ્યો હતો એ જ માર્ગે ગાડીને લાવવી પડી.
સ્વામીશ્રી બોલ્યા : 'સારું થયું, જે થયું એ ભગવાનની ઇચ્છાથી થયું. મંદિરનાં દર્શન કરવાં હતાં તે થઈ જશે. ભગવાનની ઇચ્છા જ આ હતી.'
દરેક બાબતોમાં સવળું લેવાની સ્વામીશ્રીની દૃષ્ટિ અને સાથે સાથે કોઈપણ મંદિરમાં દેવનાં દર્શન કરવાની મહારાજની આજ્ઞા અનુસાર ભક્તિ - આ બંનેનાં એકસાથે દર્શન થઈ રહ્યાં હતાં.
(તા. ૧૬-૫-૨૦૦૪, ન્યૂયોર્ક)
Vachanamrut Gems
Loyã-17.13:
The Benefit of Understanding God's Greatness
"… What object in the world, then, can attract someone who has understood the greatness of God in this manner? Lust, anger, avarice, egotism, jealousy, cravings for taste, fine clothes, wealth, women, in fact, none of the panchvishays can bind him. This is because he has assessed everything…"
[Loyã-17.13]