પ્રેરણા પરિમલ
કંઠી અધિક છે...
તા. ૧૬-૪-૨૦૦૫, ગઢડા
મુલાકાત દરમ્યાન એક હરિભક્ત આવ્યા હતા. તેઓ મોબાઈલની એજન્સી ધરાવે છે. તેઓનો સુપુત્ર સાથે હતો. હરિભક્તે કહ્યું : 'આ દીકરો મોબાઈલની એજન્સી સંભાળે છે.'
સ્વામીશ્રીએ ગળામાં હાથ ફેરવતાં કહ્યું : 'કંઠી ક્યાં છે ?' હકીકતમાં કંઠી હતી નહીં. સ્વામીશ્રીએ તરત જ કહ્યું કે 'મોબાઈલ જેમ ખિસ્સામાં સતત સાચવે છે, એમ કંઠી પણ ગળામાં સાચવવી. મોબાઈલ કરતાં પણ કંઠી અધિક છે. માટે કંઠી, સત્સંગ ખાસ સાચવવો અને મંદિરે પણ નિયમિત જવું, રવિસભામાં પણ જવું.'
Vachanamrut Gems
Sãrangpur-10:
To Attain Liberation
"Therefore, one who aspires to attain liberation should not follow the path of unrighteousness; instead, one should follow the path of righteousness and keep the company of a true sãdhu. As a result, one would certainly, without a doubt, attain liberation."
[Sãrangpur-10]