પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-9-2010, સારંગપુર
એક યુવક દર્શને આવ્યો. હમણાં જ એનાં પત્ની બાળકો સાથે આપઘાત કરીને મરી ગઈ હતી. આ યુવકનો કોઈ વાંક ન હતો - એ એના સસરા સમજતા હતા. એટલે સસરાએ સામે ચાલીને આશ્વાસન આપ્યું અને કહ્યું : ‘તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારી સાથે છીએ. તમે બીજાં લગ્ન કરો એમાં પણ અમને વાંધો નથી.’
આટલો સહકાર હોવા છતાં આ ઘટનાની યાદ આવતાં આ યુવકના અંતરમાં અશાંતિ અશાંતિ વર્ત્યા કરે છે. સ્વામીશ્રી સમક્ષ રજૂઆત કરીને એ રડી પડ્યો, ત્યારે સ્વામીશ્રીએ તેઓને આશ્વાસન આપતાં કહ્યું : ‘તમારો કોઈ વાંક નથી. એનાં પ્રારબ્ધ એવાં હશે ! એટલે તમારે ચિંતા ન કરવી. એના આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરવી અને ભજન કરવું અને ધંધા-નોકરીમાં લાગી જવું. સત્સંગ બરાબર કરવો. ચિંતા ન કરશો. શ્રીજીમહારાજને અમે પ્રાર્થના કરીશું.’
Vachanamrut Gems
Gadhadã II-45:
Aspiring for the Good of one's own Atma
“Therefore, one who aspires for the good of one’s own ãtmã should observe the swadharma prescribed in the sacred scriptures, and do only that which pleases God and His Sant.”
[Gadhadã II-45]