પ્રેરણા પરિમલ
બધું આપની પાસેથી જ અમે શીખ્યા છીએ...
નડિયાદના માઈ મંદિરના પૂજ્ય કેશવ ભવાનીજી મહારાજ સ્વામીશ્રીને મળવા આવ્યા હતા. સ્વામીશ્રીએ હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું. તેઓ પંચાંગ પ્રણામ કરીને સ્વામીશ્રી પાસે બેઠા અને કહે, 'હું તો ભિક્ષા માગવા આવ્યો છું. અમારે પણ શતાબ્દી મહોત્સવ ચાલે છે.'
સ્વામીશ્રી કહે, 'તમારે પણ શતાબ્દી મહોત્સવ અનેõ અમારે પણ શતાબ્દી મહોત્સવ ચાલે છે.'
પછી સ્વામીશ્રી આશીર્વાદ આપતાં કહે, 'કામ સારામાં સારી રીતે થઈ જાય, શાંતિ થાય અને વિશ્વશાંતિ થાય એ આશીર્વાદ છે.'
કેશવ ભવાનીજી મહારાજ કહે, 'સંતરામની જગ્યા ઉપર સહજાનંદ સ્વામી જે વડ નીચે બેઠેલા એ વડ આગળ અમારા વડવાઓને સામેથી બોલાવ્યા હતા અને પોતાના હાથથી પાણી પાયું હતું. એટલે અમારો સંબંધ ઠેઠ મહારાજના વખતથી ચાલુ છે. જ્યારે યોગી બાપા ધામમાં ગયા ત્યારે રાજકોટથી ગોંડલ જતી વખતે હું પણ આપની પાછળ પાછળ જ હતો. આપે શિયાળામાં આપનું ગાતરિયું યોગીબાપાના દેહને ઓઢાડ્યું હતું એ મેં નજરે જોયું હતું. ત્યારથી મેં ગાંઠ વાળી દીધી હતી કે ગુરુભક્તિ શીખવી તો પ્રમુખસ્વામી પાસેથી જ. બધું આપની પાસેથી જ અમે શીખ્યા છીએ.'
વળી, વાત આગળ વધારતાં કહેઃ'રશિયામાં હમણાં ઇસ્કોનના મંદિર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. હું એ વખતે ત્યાં હતો. મેં કહેવડાવ્યું કે તમે પ્રમુખસ્વામીને મળો. હું માનું છું કે રશિયામાં ભગવાન સ્વામિનારાયણની ધજા નહીં ફરકે ત્યાં સુધી બીજાં મંદિરો નહીં થાય.'
સ્વામીશ્રી કહે, 'આપ બધાના આશીર્વાદ છે એટલે અમારું પણ ચાલે છે.'
Vachanamrut Gems
Gadhadã I-21:
Contemplating on God
"In addition, a devotee of God should contemplate on the form of God while eating, drinking, bathing, washing, walking and sitting - in fact, during all activities. He should particularly contemplate on God and continuously behold His form when there is no mental disturbance within. However, when there is some internal disturbance due to fluctuating thoughts, he should realise his own self to be distinct from the body, the indriyas, the antahkaran, their presiding demigods and the vishays. Only when those disturbing thoughts subside should he contemplate on the form of God."
[Gadhadã I-21]