પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી સભામાંથી ખળખળિયાવાળા પુરુષોત્તમ ઘાટે પધાર્યા. અહીં ઘેલાના અતિ પવિત્ર નીરથી ઠાકોરજીને સ્નાન કરાવવાનો અને કાવડ દ્વારા આ જળને આવતીકાલે થનારી પ્રતિષ્ઠા માટે મંદિરે લઈ જવાનો વિધિ હતો. સ્વામીશ્રી ગાડીમાંથી નીચે ઊતર્યા ને મંચ ઉપર વિરાજ્યા. તેઓ ઉપર છત્રીઓ દ્વારા છાંયો કરવામાં આવ્યો હતો. સ્વામીશ્રી સોફા પર બેઠા તો ખરા, પણ તરત સામે બેઠેલા સંતોની ચિંતા કરતાં કહે : ‘આ બધા સંતો તડકામાં બેઠા છે.’
સેવકે જણાવ્યું કે ‘થોડી વાર માટે જ છે.’
સ્વામીશ્રી ભક્તોની આવી નાની ચિંતા કરવાનું કદી ચૂકતા નથી.
Vachanamrut Gems
Gadhadã II-55:
I do nothing for my own personal enjoyment
“… In fact, all of My activities are for the sake of the devotees of God; there is not a single activity which I perform for My own personal enjoyment.”
[Gadhadã II-55]