પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-1-2017, ગઢપુર
સ્વામીશ્રી સર્વસ્વના ચોકમાં અલ્પાહાર કરવા વિરાજ્યા. નારાયણચરણદાસ સ્વામીએ જણાવ્યું : ‘સ્વામીબાપાને ઘેલાના ખળખળિયાનો ખૂબ મહિમા હતો. ત્યાં સ્નાન કરવા અવશ્ય જાય જ. અને શરીર સાથ આપતું બંધ થયું, જવાય એવું ન રહ્યું ત્યારે જળ મંગાવીને, મહિમાથી સ્નાન કરતા. બીજાને પણ સ્નાન કરવા પ્રેરતા.’
સ્વામીશ્રી કહે : ‘યોગીબાપા પણ રોજ એક લોટો ભરીને ચૂની ભગત પાસે જળ મંગાવતા. અને ડોલમાં નખાવીને સ્નાન કરતા.’ પછી ધીરે રહીને કહે : ‘આજે મેં પણ જળ મંગાવીને સ્નાન કર્યું.’
‘ગુરુની રીતે રીત આપણી રે...’ સ્વામીશ્રીએ જાણે કે પોતાના વર્તન દ્વારા આ વાત આપણને શીખવી દીધી.
Vachanamrut Gems
Panchãlã-1:
The Superiority of the Bliss of God
"… Similarly, God has created happiness for Brahmã and others; so it is obvious to an intelligent person that compared to those, the bliss of His own abode must be far more superior. An intelligent person, then, can infer that there is an extreme abundance of bliss in the abode of God. As a result, the alluring vishays become repulsive for him."
[Panchãlã-1]