પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-8-2017, રોબિન્સવિલ
સાંજે પ્રમુખસ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન કરનાર ડૉ. સુબ્રહ્મણ્યમ્ સ્વામીશ્રીને મળવા પધાર્યા.
તેઓ બેસતાં જ કહે : ‘Pramukh Swami Maharaj has given you to us, right? Way back from 2012. It's our privilege and honour for you to be the leader, and to lead everybody. It's a blessing from Bapa.’ (‘પ્રમુખસ્વામી મહારાજે અમને આપની ભેટ છેક 2012થી આપી દીધેલી. બરાબર ને ? આપનું સૂત્રધાર થવું અમારા માટે આગવી અને ગૌરવની વાત છે. આ બાપાના આશીર્વાદ છે.’)
સ્વામીશ્રી કહે : ‘It's passed on.’ (એ ચાલ્યું આવે છે.) સૌ હસી પડ્યા.
ડૉ. સુબ્રહ્મણ્યમ્ ત્યારબાદ આપણી સભામાં પણ પધાર્યા હતા અને ખૂબ સુંદર વાત કરતાં જણાવ્યું હતું કે
‘This will be 19 years ago, that I met Pramukh Swami Maharaj. He did change my life. He did touch my heart, just like he touched all of your hearts.
Then, later on, I came to see current guru, Mahant Swami Maharaj, in Delhi, when I was visiting Akshardham. When I saw him, I thought he was just like Pramukh Maharaj. And he was very simple and looked like a person who respects every individual on the earth.
And also, when he spoke, it was sort of humble in a very kind, low tone and really he never raises his voice.
So now you have a current leader who exemplifies all what Pramukh Swami Maharaj stood for. That is simplicity, humility, selfless-
ness.
He is a perfect leader because, as I said, he will pursue the vision of his late guru without any question. Already he is doing it.’
‘19 વર્ષ પહેલાંની વાત છે જ્યારે હું પ્રમુખસ્વામી મહારાજને મળ્યો હતો. એમણે મારી જિંદગી બદલી નાખી. તેઓ મારા હૃદયને સ્પર્શી ગયા, જેમ તેઓ આપ બધાના હૃદયને સ્પર્શી ગયા હતા.
પછી હું વર્તમાન ગુરુ મહંત સ્વામી મહારાજને દિલ્હીમાં મળ્યો, જ્યારે હું અક્ષરધામની મુલાકાત લઈ રહ્યો હતો. જ્યારે મેં તેમને જોયા ત્યારે તેઓ પ્રમુખસ્વામી મહારાજ જેવા જ હતા. અને તેઓ ખૂબ સરળ અને એવા વ્યક્તિ લાગ્યા કે જેઓ આ પૃથ્વી પરના દરેકને આદર આપે છે. અને હા, જ્યારે તેઓ બોલ્યા, તે માનવતા, ખૂબ દયાથી પૂર્ણ અને હળવું હતું. ખરેખર ! ક્યારેય તેઓ સ્વર ઊંચો નથી કરતા.
તો હવે તમારી પાસે એવા વર્તમાન ગુરુ છે જેઓ પ્રમુખસ્વામી મહારાજમાં જે હતું - સાદાઈ, માનવતા, નિઃસ્વાર્થપણું - તે બધાંનું દૃષ્ટાંત પૂરું પાડે છે. તેઓ એકદમ યથાર્થ નેતા છે, કારણ કે જેમ મેં કહ્યું, એમાં કોઈ સવાલ જ નથી કે તેઓ અક્ષરધામસ્થ ગુરુ પ્રમુખસ્વામી મહારાજના વીઝન(દૃષ્ટિ, આદર્શો)ને અનુસરશે. અને તેઓ તે કરી જ રહ્યા છે.’
‘એ જ ગુણાતીત વારસો...’ - આવી પ્રતીતિ એમને પણ આવી ગઈ.
Vachanamrut Gems
Gadhadã III-33:
Not Being Impressed by Miracles
“In the Satsang fellowship, there are only a few devotees whose mind would not be affected by wealth, property, women, children, etc., and who would not develop faith in those who fulfill the desires related to those things. In fact, there cannot be many devotees who are like this.” Saying this, Shriji Mahãrãj continued, “This Muktãnand Swãmi and Gopãlãnand Swãmi are like that, because in no way would they become impressed by anyone, no matter how great he may be – even if he were to show miracles.”
[Gadhadã III-33]