પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-1-2017, સારંગપુર
આજે રવિસભામાં આશિષનાં અમૃતબુંદ વરસાવતાં સ્વામીશ્રી બોલ્યા :
“મહારાજ, સ્વામી ને આ સત્પુરુષ - આ સીધી લીટીની સમજણ છે. આ પુરુષ મળ્યા છે તો તેમની કેટલી મર્યાદા રાખવી પડે ? કેટલું બધું કરવું પડે ? જો શ્રીજીમહારાજનો વિચાર કરીએ કે ‘કેવા ભગવાન મળ્યા છે !’ તો કોઈ વાતે ખામી ન રહે, કામ-ક્રોધ બધું ટળી જાય, એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જાય, કાંઈ કરવાનું રહે નહીં. પણ એમને રાજી કરવા માટે બધું કરવું પડે. ઘણા પ્રકારે રાજીપો મળે :
1. નિષ્ઠા : એમાં કાંઈ પોલ ન જોઈએ. એવો દૃઢ આશરો કે ભગવાન સિવાય કાંઈ સાંભરે નહીં.
2. નિષ્કામ ધર્મ : બીજા લોકોય પાળે છે, તો આપણને તો ભગવાન મળ્યા છે - થઈ જ શકે છે. આપણે આનાથી જ જુદા પડીએ છીએ. ધારો કે પ્રમુખસ્વામી મહારાજ તમારા ઘરે આવવાના હોય તો ? અને અઠવાડિયું - મહિનો રહેવાના હોય તો ? કેટલો બધો આનંદ થાય ? તો શ્રીજીમહારાજ મધ્ય 33મા વચનામૃતમાં કહે છે : ‘નિષ્કામ ધર્મ હોય તો ભગવાન અખંડ આપણી પાસે રહે.’ માટે એને દૃઢ કરતા રહેવું. ‘નહીં પળાય’ એવું ન કહેવું. ‘પળાશે જ, પળાશે જ’ એવું કહેવું. આખા બ્રહ્માંડમાં આ નિષ્કામ ધર્મની વાત નથી. ગૃહસ્થ માટે ‘એક નારી સદા બ્રહ્મચારી’ અને ત્યાગી માટે તો ‘સ્ત્રી જન્મી જ નથી.’ થાકવું નહીં. મંડી રહેવું. ભગવાન તમારી પાસે છે. પછી ભગવાનને ન રાખવા હોય તોય રહે.
3. અભાવ-અવગુણમાં પડવું નહીં. સ્વર્ગમાં જવા જેવું કર્મ કર્યું હોય, પણ અભાવ-અવગુણમાં પડે તો નર્કમાં જાય. સામે, કાંઈ સમજતો ન હોય પણ ગુણગ્રહણ કરે તો પાપ બળી જાય ને પુણ્યના ઢગલા થાય. અભાવ- અવગુણ સાપસીડી જેવું છે. 98 થી 6 ઉપર ઉતારી દે. પછી જેવો અવગુણ. નાનો હોય તોય 5-6 ખાનાં તો ઉતારે જ. મહારાજે લાલા પાળાને કહ્યું : ‘અંતકાળે હું તને લેવા સાક્ષાત્ આવીશ અને કાંડું પકડીને લઈ જઈશ.’ તોય ભૂત થયો, કારણ કે ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ કર્યો. માટે એવી ચેષ્ટા ન કરવી. દ્રોહ થઈ ગયો હોય તો ગદ્ગદ કંઠે પ્રાર્થના કરવી. એ એકાઉન્ટ (ખાતું) ક્લીયર કરી દેવું. મહિને - બે મહિને નહીં, તરત સમાધાન
કરી લેવું.
નિષ્ઠા, નિયમ રાખીએ ને અભાવ-અવગુણમાં ન પડીએ - આ ત્રણ વાત હોય તો સીધા અક્ષરધામમાં. વચ્ચે કોઈ રોકે નહીં.’
Vachanamrut Gems
Loyã-6:
Disobeying Orders Which Contradict Dharma
Again Shriji Mahãrãj asked, "What should not be done, even if God is pleased by it? What should be done, even if God is displeased by it?"
Shriji Mahãrãj answered His own question: "If I were to give an order which seems to be full of adharma, then one should be hesitant in following it; that is, one should take some time and not accept it immediately. For example, Shri Krishna Bhagwãn ordered Arjun, 'Cut off Ashwatthãmã's head.' But Arjun did not follow that command. Likewise, even if I am pleased by it, that type of instruction should not be followed. Also, an instruction by which the prescribed niyams of the five religious vows are transgressed should not be followed. If by not obeying these two types of commands, God is displeased, then one should definitely let Him be displeased; in those cases, one should not attempt to please Him."
[Loyã-6]