પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-8-2017, રોબિન્સવિલ
આજે શ્વેતમુનિદાસ સ્વામીએ કહ્યું : “સ્વામી ! આપે મને બે-ત્રણ વાર પૂછ્યું હતું કે ‘હ્યુસ્ટનમાં વરસાદ પડ્યો ? હ્યુસ્ટનમાં વરસાદ પડ્યો ?’ મેં કહ્યું હતું કે ‘ત્યાં અત્યાર સુધીનું સૌથી મોટું હરિકેન વાવાઝોડું આવ્યું છે...’ પણ આપે આશીર્વાદ આપ્યા હતા કે ‘હરિભક્તોની રક્ષા થશે, ખૂબ ઓછું નુકસાન થશે.’ તો ખરેખર, બધા જ હરિભક્તોને ઓછામાં ઓછું નુકસાન થયું છે, અને તેમની આશ્ચર્યકારક રક્ષા થઈ છે. તેના પ્રસંગો આ પ્રમાણે છે :
આ હરિકેન રોકપોટ નામના ટાઉન પર જ હીટ થયું, હરિકેનનો મધ્યભાગ જેને ‘આઇ’ કહેવામાં આવે તે ત્યાં જ હતી. તેની સ્પીડ 120-130 માઇલની હતી. લાઇટના જાડા પોલ અને ગર્ડર વળી ગયાં, રોડ તૂટ્યા, દુકાનો તહેસ-નહેસ થઈ ગઈ. 80% શહેર નષ્ટ થઈ ગયું છે. આપણા હરિભક્ત ભરતભાઈ પટેલની મૉટેલ દરિયા કિનારે જ છે. આગાહી હતી કે આવું ભારે હરિકેન આવવાનું છે, એટલે એમને થયું કે ‘પાટિયા મારવાથીય કોઈ ફેર નહીં પડે !’ વળી આપે આશીર્વાદ આપ્યા હતા એટલે તેમને વિશ્વાસ હતો કે સારું જ થશે. હરિકેન આવ્યા પછી આખા શહેરમાં આટલું ભારે નુકસાન થયું, બીજી બધી મૉટેલો તો એવી થઈ ગઈ કે બધું સાજું-સમું કરતાં બે-ત્રણ મહિના લાગી જશે. ભરતભાઈ ચેક કરવા ગયા તો આશ્ચર્ય ! તેમની મૉટેલમાં નહિવત્ નુકસાન થયેલું, પાટિયાં નહીં મારેલાં તોય ! તેમણે કહ્યું : 2-3 દિવસમાં જ ચાલુ કરી શકાય તેટલી સારી પરિસ્થિતિ છે.
આ ભરતભાઈ મકાન બનાવીને વેચવાનું કામ પણ કરે છે. તેમણે એ રીતે બે ઘર બનાવેલાં. તેને બારી-બારણાં નાખવાનાં પણ બાકી હતાં ને હરિકેન ત્રાટક્યું. સમાચાર હતા કે તે ઘરોની આજુબાજુનાં ઘરો પર ઝાડ વગેરે પડ્યું ને તૂટી ગયાં. આમને તો થયું કે ‘પતી ગયું, આપણા ઘરનું એક પાટિયુંય સલામત રહ્યું નહીં હોય, અને જેટલું બચ્યું હશે તેમાં પાણી તથા કચરાનો તો પાર નહીં હોય...’
તે ત્યાં પહોંચ્યા, ને જોયું તો મહાઆશ્ચર્ય ! આ બંને ઘર સંપૂર્ણ સલામત હતાં ! અને એકેયમાં પાણીનું ટીપુંય કે કચરાનું તણખલુંય હતું નહીં !”
लौकिकानां हि साधूनामर्थं वागनुवर्तते ।
ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ॥
અર્થાત્ લૌકિક સજ્જનોની વાણી તેના અર્થને અનુસરે છે, પરંતુ સત્પુરુષોની વાણીને અર્થ અનુસરે છે, કહેતાં તે જે બાલે છે તે સત્ય થાય છે.
Vachanamrut Gems
Gadhadã II-63:
If a Person does Develop a Grudge
“… On the other hand, if a person does develop a grudge with God or His devotees, I do not even like to look at him. In fact, My anger with such a person never subsides…”
[Gadhadã II-63]