પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-1-2017, સારંગપુર
ગઈકાલે મંદિરે દર્શન કરવા જતાં સ્વામીશ્રીની ઇચ્છાથી સદ્ગુરુ ડૉક્ટર સ્વામી પણ સ્વામીશ્રીની સાથે ગોલ્ફકારમાં વિરાજ્યા હતા, પણ આજે નહોતા. તેનું કારણ જણાવતાં આત્મસ્વરૂપદાસ સ્વામી કહે :
“ગઈકાલે તેઓ આપણી જોડે ગોલ્ફમાં આવ્યા હતા. મંદિર સુધી પહોંચ્યા પછી આપણે પગથિયાં ચઢીને ઉપર ગયા અને તેઓ લિફ્ટથી આવ્યા, તેમાં તેઓ 3 સેકન્ડ મોડા પડ્યા. આમ તો મોડું કહેવાય જ નહીં, આરતી ચાલુ થઈ તે વખતે તેઓ કોળી મંડપનાં પગથિયાં ચઢી જ રહ્યા હતા. છતાં તેઓ કહે : ‘આજે જિંદગીમાં પહેલી વાર લેટ પડ્યો.”
આ સાંભળીને સ્વામીશ્રી થોડા દિલગીર થતાં કહે : ‘આપણને ખબર નહોતી. નહીં તો પાંચ મિનિટ રાહ જોવત.’ પછી સ્વામીશ્રીએ ડૉક્ટર સ્વામીને કહેવડાવ્યું કે ‘કાલથી પુનઃ ગોલ્ફકારમાં પધારજો, અમે રાહ જોઈશું.’
આવો દિવ્ય સંબંધ બીજે ક્યાં જોવા મળે ?
Vachanamrut Gems
Loyã-10:
The Experiences of a Person With the Gnan of & Attma and Paramatma
"… Such a person, even if he is amongst people, feels as if he is in the forest; and though he may be in the forest, he experiences more happiness there than one does from ruling a kingdom."
[Loyã-10]