પ્રેરણા પરિમલ
એક જૂના ગુણભાવી આવ્યા...
એક જૂના ગુણભાવી આવ્યા. પહેલા વડોદરા રહેતા હતા ત્યારે સ્વામીશ્રીએ તેમને દારૂનું વ્યસન છોડાવ્યું હતુ., પણ અમેરિકા આવ્યા પછી વળી પાછા દારૂ ઉપર ચડી ગયા.
સ્વામીશ્રીએ થોડા જુસ્સાભર્યા સૂરમાં તેઓને કહ્યું : 'નોકરીમાં ચેન્જ થાય, વ્યવહારમાં ચેન્જ થાય, પણ ભગવાનના આદેશમાં ક્યારેય ચેન્જ ન થવો જોઈએ. ધ્યાન રાખજો. વળગી ના જાય પાછું.'
પછી દૃઢતા રાખવાની ઘણી વાતો કરીને ઉપાય બતાવતાં કહ્યું : 'અહીં તમે ૧૦૦-૧૫૦ ને દારૂ છોડાવજો એટલે તમારું પણ પાકું થઈ જાય !'
નબળા મનના માનવીને સ્વામીશ્રીએ સબળું કરવા માટે એક જુદો જ ઉપાય બતાવ્યો. (તા. ૨૭-૫-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Gadhadã II-9:
An Ekantik Bhakta
"… Therefore, only one whose strength is based on the conviction of God is a staunch satsangi. Without this, one is merely appreciative of Satsang. Even the scriptures mention that only one who firmly maintains the conviction of God is called an ekãntik bhakta."
[Gadhadã II-9]