પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-8-2017, રોબિન્સવિલ
આજે ઠાકોરજીની તુલાની સભામાં આશિષ વર્ષાવતાં ગુરુહરિ વરસ્યા :
“આપણે બહુ મોટું કાર્ય થયું છે. શ્રીજીમહારાજ કહે છે - ‘તમે અણુ જેટલું કરો તેને હું મેરુ જેટલું માની લઉં છું.’ મેરુ હિમાલય કરતાં 100 ગણો મોટો છે. આવું વળતર ક્યાંય મળે ? એક ડૉલરની સામે ટ્રિલિયન ડૉલર મળે એવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે ? ભગવાન કેટલું પાછું આપે છે ! પણ તકલીફ એ છે કે 5,000 ડૉલરના બદલામાં 50,000 ડૉલર મળે કે ન પણ મળે. પણ મોક્ષની બૅન્કમાં, મોક્ષના ખાતામાં જમા થાય છે. અહીંની બૅન્કો તો કચરો. આ પરમેનેન્ટ(કાયમી), ઇટરનલ (શાશ્વત), ક્યારેય નાશ ન થાય.
બ્રહ્મરૂપ થઈને અક્ષરધામમાં વાસ થાય એ એનું - સેવાનું ફળ છે. જેમ રૂપિયાને ડૉલરમાં ફેરવવા પડે, એમ ને એમ ન ચાલે, તેમ તમે જે સેવા કરો છો તે અક્ષરધામની કરન્સી(ચલણ)માં ફેરવવી પડે. નહીં તો મોક્ષ ન મળે. આપણે અહીં જે સેવા કરીએ છીએ તે અક્ષરધામની કરન્સીમાં ફેરવાય છે. વળી, આ સેવા, મહિમા, દાસના દાસપણા, દિવ્યભાવ વગેરે... ભાવથી કરીએ તો અનંતગણું થઈ જાય અને અહીંયાં જ અક્ષરધામ મળી જાય, રોકડું. પછી આવવા-જવાનું રહેતું નથી.
Vachanamrut Gems
Vartãl-14:
Redeemable and Irredeemable Sins
“… when one goes to a place of pilgrimage, one is freed of the sins one has committed elsewhere; but the sins committed at a place of pilgrimage are totally irredeemable – it is as if they are etched in iron.”
[Vartãl-14]