પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
યજ્ઞપુરુષ સ્મૃતિમંદિરે દર્શન કરીને સ્વામીશ્રીએ ગોલ્ફકારમાં વિરાજતાં પહેલાં વિવેકમુનિદાસ સ્વામીને બોલાવ્યા. તેમને સૂચન આપતાં કહ્યું : ‘ગઈકાલે રાત્રે લખ્યું હતું તેમાંથી (કોઈ પણ) એક (મુદ્દો) કાઢીને ‘અભાવ-અવગુણ ન લેવો.’ તે મુદ્દો ઉમેરી દેવો.’
વાત જાણે એમ હતી કે થોડા દિવસો બાદ મધ્યસ્થ કાર્યાલય તરફથી યોજાનાર ‘દિવ્ય સંનિધિ પર્વ’માં કાર્યકરોને 7 દિવસનું એક કૅલેન્ડર આપવાનું હતું. તે માટે ‘કેવા અગ્રેસર કાર્યકરોને જોઈને આપની દૃષ્ટિ ઠરે ?’ એ પ્રશ્નનો ઉત્તર સ્વામીશ્રીને લખવા આપ્યો હતો.
સ્વામીશ્રીએ તેના ઉત્તરમાં 7 મુદ્દા લખ્યા, પણ તેઓને અભાવ-અવગુણ ન લેવા વિષયક મુદ્દો ઉમેરવાની ઇચ્છા થઈ તેથી આ વાક્ય બોલ્યા હતા.
પછીથી વિવેકમુનિદાસ સ્વામીએ સ્વામીશ્રીને જ જે મુદ્દો યોગ્ય લાગે તે કાઢીને તેઓના શબ્દોમાં જ આ મુદ્દો લખી આપવા વિનંતી કરી. પણ સ્વામીશ્રીએ કોઈ મુદ્દો ન કાઢતાં છેલ્લા મુદ્દાને અંતે આ મુદ્દો ઉમેરી આપ્યો.
તેથી 7 દિવસના 7 મુદ્દા આ પ્રમાણે થયા :
1. દરેકમાં નિર્દોષબુદ્ધિ હોય.
2. દરેકમાં દિવ્યભાવ હોય.
3. ધર્મ-નિયમની દૃઢતા હોય.
4. ઉપાસનાની દૃઢતા હોય.
5. સેવાભાવી હોય.
6. ઘરમાં, પરિવારમાં, સત્સંગમાં સંપ રાખતો હોય.
7. દરેક ક્રિયામાં રાજીપાનો વિચાર રાખતો હોય અને અભાવ-અવગુણ તો લેતો જ ન હોય.
તેઓએ પૂર્વે કયા મુદ્દાઓ લખી આપ્યા છે તે પણ તેઓને યાદ હશે તો જ અત્યારે તેઓ એક ચોક્કસ મુદ્દો ઉમેરવાનું સૂચન કરી શકે. સ્વામીશ્રી કેવળ લખવા ખાતર નથી લખતા, પણ આપણે ખરેખર એ પ્રમાણે વર્તીશું એવી આશા સાથે તેઓ લખે છે.
Vachanamrut Gems
Panchãlã-3:
Treating the Indriyas and Antahkaran Like Criminals
"Moreover, just as the British arrest a criminal and keep him standing in a witness box to question him, without freeing him or trusting him, in the same way, the indriyas and the antahkaran should be kept in a witness box and in chains in the form of the niyams of the five religious vows, and then they should be made to offer bhakti to God. They should not, however, be given any gratitude; they should be looked upon only as enemies…"
[Panchãlã-3]