પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૮૦
ગોંડલ, તા. ૨૫-૪-'૬૧
બપોરે કથા કરતાં વાત નીકળી કે પ્રમુખસ્વામી બધે ફરતા હશે. 'આપ અહીં બિરાજો છો એટલે ગઢપુરની (સમૈયાની) જવાબદારી બધી એમને માથે.' કોઈએ કહ્યું. તે સાંભળી યોગીજી મહારાજ તુરત બોલ્યા : 'આપણે અહીં ધૂન કરવા માંડીએ. તે વાયરલેશ (શક્તિ) છૂટશે, એટલે ત્યાં કામ થવા માંડશે.' આ રીતે પોતે ત્યાં પ્રમુખસ્વામી પાસે પ્રગટ જ છે એમ સ્વામીશ્રીએ મર્મમાં જણાવ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Desirelessness for Panchvishays
“… Even though I am insistingly offered the panchvishays without actually wishing for them Myself, I still do not have any desire for them. In fact, I push them away…”
[Gadhadã II-33]