પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-8-2017, રોબિન્સવિલ
શિબિરના આજના સત્રમાં સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરીનો દોર શરૂ થયો.
પ્રશ્ન : ‘આપને સાધુ થવાની પ્રેરણા કેવી રીતે મળી ?’
સ્વામીશ્રી કહે : ‘પ્રમુખસ્વામી મહારાજ એકાદશીના દિવસે અમદાવાદ જતા હતા, તે જ ડબ્બામાં હું હતો. મને એમનો પરિચય હતો પણ ગાઢ પરિચય ત્યાં થયો. તેમણે મને ત્યાગ-વૈરાગ્યની વાતો કરી કે આ સંસારમાં પડવા જેવું નથી વગેરે. સાથે એકાદશી કરવાની પણ વાત કરી. આમ, પહેલી પ્રેરણા પ્રમુખસ્વામી મહારાજે આપી. પછી યોગીબાપાએ ફોલોઅપ કર્યું.’
પ્રશ્ન : ‘આપને જીવનમાં ક્યારેય મૂંઝવણ થઈ છે ?’
સ્વામીશ્રી કહે : ‘મૂંઝવણ તો થાય, પણ એવી નહીં. સાત્ત્વિક મૂંઝવણ. આવી મૂંઝવણ પણ એક-બે વાર થઈ હતી, રોજ નહીં.’
પ્રશ્ન પુછાયો કે ‘આપને પોતાના માટે કોઈ મૂંઝવણ થઈ હતી ?’
‘ના.’ પછી હાથ હલાવીને કહે : ‘બાપા મળ્યા એટલે કાંઈ નહીં.’ અર્થાત્ એવી કોઈ મૂંઝવણ થઈ જ નથી.
પ્રશ્ન : ‘આપ અને પ્રમુખસ્વામી મહારાજ એક જ છો, તેવું કેવી રીતે સમજવું ?’
‘સમજણે કરીને, જ્ઞાને કરીને.’ પછી કહે : ‘શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ બધા બહારથી જુદા લાગે, સ્વરૂપે તો બધા એક જ છે, પણ લાઇનમાં આવે, પ્રમુખસ્વામી મહારાજને ઉપરવટ થઈને નહીં.’
પ્રશ્ન : ‘જ્ઞાન થતાં વાર લાગે છે, અનુભવની અપેક્ષા રહે છે, તો તે યોગ્ય છે ?’
સ્વામીશ્રીએ કહ્યું : “શાસ્ત્રીજી મહારાજે વાત કરી ‘સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી.’ એમાં કરોડો વર્ષનું આવી ગયું. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી - ‘દસ-વીસ પેઢી તો રહેશે જ.’ અને એના પુરાવા શાસ્ત્રોમાંથી અને પ્રગટ ગુરુહરિના મુખે આપણે સાંભળીએ છીએ.’ યોગીબાપાએ પણ કહ્યું - ‘સત્પુરુષ ભવિષ્યમાંય રહેશે.’ એમાં વિશ્વાસ લાવવો પડે. અને વિશ્વાસ કેમ ન આવે ? આવા ગુરુ છે. અને તેમાં જૂઠું બોલવાનું કારણ શું ?! આવી બાબતમાં જૂઠું બોલાય પણ નહીં, નહીં તો બહુ ગરબડ થાય. વિશ્વાસથી કામ લેવું પડે, પછી અનુભવ થાય.”
તરત જ પ્રશ્ન પુછાયો : ‘પહેલાં અનુભવ કરાવો તો ભીડો ઓછો પડે ને ?’
‘ના, ક્રમમાં જ થાય.’ સ્વામીશ્રી કહ્યું.
Vachanamrut Gems
Gadhadã II-33:
How to Conquer the Mind
“… For this reason, then, the mind should continuously be kept occupied in the spiritual discourses, devotional songs, etc., related to God. This can be known as having conquered the mind.”
[Gadhadã II-33]