પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-2-2010, ગાંધીનગર
એક યુવક આવ્યો. સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહે : ‘અમેરિકા જઉં છું, પણ જેમ લોખંડને કાટ લાગે પછી પારસ અડે નહીં, એમ અમને પણ કાટ લાગે એ પહેલાં આપનો પારસ અડી જાય ને સોનું થઈ જઈએ એવા આશીર્વાદ આપજો.’
સ્વામીશ્રી કહે : ‘સત્સંગ દૃઢ રાખજો. વ્યસન-દૂષણ થાય નહીં, પ્યોર વેજિટેરિયન રહેવાય, બીડી-તમાકુ કશું વળગે નહીં, એ ધ્યાન રાખજો અને પાંચ માળા નિયમિત કરજો.’
Vachanamrut Gems
Gadhadã II-11:
Activities of a Devotee and Non-Devotee
"But in fact, there is vast difference between the activities of a devotee of God and the activities of a non-believer. How? Well, all activities of a non-believer are for pampering his indriyas, whereas all activities of a devotee of God are solely for serving God and His devotee…"
[Gadhadã II-11]