પ્રેરણા પરિમલ
એ જ કરવા આવ્યા છીએ...
ભોજન દરમ્યાન રાજકોટના કાર્યકરોએ સ્વામીશ્રી સમક્ષ 'અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજ' વિષયક ગોષ્ઠિ રજૂ કરી. સ્વામીશ્રી આ ગોષ્ઠિ જોઈને ખૂબ રાજી થયા અને કહે, 'આપણે તો કાયમ એની એ જ વાત કરવાની છે - અક્ષર અને પુરુષોત્તમ... અક્ષર અને પુરુષોત્તમ... જેમ રોજ ભાત-દાળ અને શાક ખાઈએછીએ ને ! બીજુ કાંઈ થાય છે ? એમ આ વાત કરે જ છૂટકો છે.'
આટલું કહેતાં સામે બેઠેલા દામજીભાઈ ટાંકને કહે, 'તમે આૅફિસે જઈને શું કરો છો? ટેલિફોનનું જ કામ ને?'
'હા. એ જ ને.'
'બીજે દહાડે શું કરવાનું ?'
'એ જ.'
એટલે સ્વામીશ્રી કેફથી કહે, 'આ પણ એવું જ છે. જેમ ટેલિફોનનું કામ કરવામાં કોઈ દિવસ કંટાળો આવતો નથી, એમ આકામ કરવામાં પણ કંટાળો આવવો ન જોઈએ. આપણે એ જ કરવાનું છે. અને એ જ કરવા આવ્યા છીએ.'
સ્વામીશ્રીએ સિદ્ધાંત પ્રવર્તન માટે સૌને ખૂબ પ્રોત્સાહિત કર્યા.
Vachanamrut Gems
Gadhadã I-1:
What is Maya?
Thereafter, the devotee Govardhanbhãi Sheth asked Shriji Mahãrãj, "What is the nature of God's mãyã?"
Shriji Mahãrãj replied, "Mãyã is anything that obstructs a devotee of God while meditating on God's form."
[Gadhadã I-1]