પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૭૮
ગોંડલ, તા. ૨૦-૪-'૬૧
આજે બપોરે મુંબઈથી યોગેશ્વરો(નવ દીક્ષાર્થી પાર્ષદો)ના પત્રો આવ્યા હતા તે યોગીજી મહારાજ વંચાવતા હતા. તે સાંભળી સ્વામીશ્રી કહે : 'આપણે બે કામ ભારે થયા. એક તો રમણભાઈ ડૉક્ટર ભગત થયા. નહિ તો તેમને ખૂબ જ ઉપાધિ હતી. મેં પૂછ્યું કે શું કરશું ? તો કહે કે મારે થવું જ છે ને ઉપાધિ કાંઈ નહિ થાય. તેઓ શૂરવીર થયા ને દીક્ષા લઈ લીધી. નહિતર કોઈ દિવસ થાય નહિ. પહેલાં આપણી મશ્કરી કરતા. વીસ હજાર રૂપિયા ખરચીને ભણ્યા. ડૉક્ટર થયા. કેવાં કપડાં પહેરતાં ? તે થઈ ગયા.'
'ને બીજું બળભદ્ર થઈ ગયા. નહિ તો નારિયો (નારનો) કોઈ દિવસ થાય જ નહિ ને આપણને બનાવે, પણ શૂરવીર થયા ને દેશમાં આવ્યા કે તુરત જ કોઈને મળ્યા પણ નહિ. મેં પૂછ્યું, તો કહે તૈયાર છું.'
'હવે બીજા કેટલા બાકી છે...'
ઈ.સ. ૧૯૬૧માં ગઢપુરમાં કળશ જયંતી મહોત્સવ પ્રસંગે સ્વામીશ્રીએ એકાવન શિક્ષિત નવયુવાનોને દીક્ષા આપી તે પહેલાંનો આ પ્રસંગ આજે પણ ઇદમ્ સ્મૃતિપટ પર ઊપસી આવે છે. એ દિવસોમાં સ્વામીશ્રી પાસે રાત્રિ-દિવસ આ જ પ્રવૃત્તિ-વિચાર ચાલતાં. જેમ કાનુડાની મોરલીથી ગોપીઓ ઘરકામ મૂકી, ઘેલી બની દોડી આવતી, તેમ સ્વામીશ્રીની મોરલીએ તો યુવકોને ભાન ભુલાવ્યું હતું. ગોપીઓ તો ક્ષણિક માટે ઘરનો ત્યાગ કરતી જ્યારે આ નવયુવાનોએ પોતાની દુન્યવી ભાવના-ઊર્મિ-અભિલાષાઓને ક્ષણવારમાં કચડી નાંખી સ્વામીશ્રીના ખોળે માથું મૂકી દીધું હતું. સ્વામીશ્રીના અંતરમાં પણ એ આનંદ સમાતો ન હતો. જાણે ઘડપણમાં કોઈને દીકરો આવે ને જે અનહદ આનંદ અનુભવાય એવો જ, બલકે તેથી પણ અધિક આનંદ સ્વામીશ્રી અનુભવતા હતા, કારણ કે આ નવલોહિયા યુવાનોએ એક પોતાને માટે જ માબાપનો-સર્વસ્વનો ત્યાગ કરી અદ્ભુત સ્વાર્પણ કર્યું હતું. આવા સંતો - મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, સિદ્ધેશ્વર સ્વામી, રામચરણ સ્વામી, શ્રીહરિ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, નારાયણ ભગત, અનુપમ ભગત વગેરે નાના-મોટા તમામ સ્વામીશ્રીનું અમૂલ્ય ધન છે !
યોગેશ્વરોના પત્રો વાંચ્યા. તેમાં દરેકે લખ્યું હતું કે અમારા કોટાનકોટિ દંડવત્ પ્રણામ સ્વીકારશો... તે સાંભળી સ્વામીશ્રી કહે... અબજો પ્રણામ... એમ કહીને બે હાથ જોડી માનસિક પગે લાગ્યા. પછી કહે, 'બધાં કેવા લાગતા હશે ? આખો ડિપાર્ટમેન્ટ (મકાન) ભરાઈ જતો હશે. કેવો દેખાવ લાગતો હશે ?' (એમ કહેતા જાય ને પોતાના બે હાથ પહોળા કરી બતાવી અભિનય કરતા જાય. કોઈ અકથ્ય આનંદ એમના મુખારવિંદ ઉપર છલકાઈ રહ્યો હતો.)
બધા પત્રો વંચાઈ રહ્યા એટલે કહે કે 'સવાશેર લોહી ચડી ગયું... યોગેશ્વરોને બળના પત્રો લખી નાંખો.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-14:
What is the Best of Three Ways of Attaching One’s Mind to God?
Then Nãjã Jogiyã asked, “Which is the best of the three: one whose mind is attached to God out of anger, one whose mind is attached to God out of fear or one whose mind is attached to God out of love?”
Shriji Maharaj said, “One whose mind is attached to God out of love is best.”
[Gadhadã III-14]