પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રીએ આજે બે પાર્ષદોને ભાગવતી અને 35 સાધકોને પાર્ષદી દીક્ષા અર્પી. સ્વામીશ્રીના આશીર્વાદ પૂર્ણ થયા બાદ નવદીક્ષિત પાર્ષદોએ સ્વામીશ્રી સાથે સ્મૃતિ છબિનો લાભ લીધો.
ત્યારબાદ પાર્ષદોના પ્રથમ વૃંદે પ્રાર્થના કરી : ‘અમારા દોષો ટાળીને અક્ષરધામમાં લઈ જજો.’
સ્વામીશ્રી કહે : ‘અક્ષરધામમાં જ બેઠા છો.’
પાર્ષદોએ પ્રાર્થના આગળ વધારી : ‘અમારા બધા ગુના માફ કરજો.’
‘હા, માફ.’
‘તો નવી શરૂઆત ને ?’
‘હા, નવી શરૂઆત.’ સ્વામીશ્રી ઉદારસ્વરે બોલ્યા.
આપણા ગુનાનું દેવું શૂન્ય કરી શકે તેવા ગુરુ અનંત કોટિ બ્રહ્માંડમાં બીજે ક્યાં છે ?
બીજા વૃંદમાં પધારેલા પાર્ષદોએ માગ્યું : ‘અમને એક નિયમ આપો.’
સ્વામીશ્રીએ થોડી વાર વિચારીને સ્મિત કરતાં કહ્યું : ‘દરેકમાં નિર્દોષબુદ્ધિ રાખવી.’
Vachanamrut Gems
Loyã-14:
Shriji Mahãrãj Dislikes Those...
"… I have a strong dislike for those who have anger, egotism or jealousy…"
[Loyã-14]