પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
ભોજન પછી સ્વામીશ્રી પત્રવાંચન કરી રહ્યા હતા. કેટલાક વંચાઈ ગયેલા અને લખાઈ ગયેલા પત્રો બાજુમાં પડ્યા હતા. સ્વામીશ્રી એ જોઈને કહે : ‘આ કાગળ વાંચવાના છે ?’
‘ના. એ તો લખાઈ ગયા છે.’ ધર્મચરણ સ્વામીએ કહ્યું.
એક કાગળ છૂટો ટિપોઇ ઉપર પડ્યો હતો, એ બતાવીને કહે : ‘આ વાંચવાનો છે ?’
‘ના, એનો જવાબ પણ લખાઈ ગયો છે.’
સ્વામીશ્રી પાસે આવતો પ્રત્યેક પત્ર વંચાય એ માટે સ્વામીશ્રીની કેટલી ચોકસાઈ છે !!
Vachanamrut Gems
Gadhadã II-11:
Consequences of Perceiving a Flaw in a Devotee
"Therefore, if in any way a person perceives a flaw in a devotee of God who, by God's command, performs karmas for the purpose of pleasing God, then adharma and its retinue will enter and reside in the perceiver's heart."
[Gadhadã II-11]