પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૭૭
ગોંડલ, તા. ૧૮-૪-'૬૧
બપોરની કથામાં પ્રથમ પ્રકરણની વાત વાંચતાં કહ્યું કે 'ભગવાન થવામાં સારું નથી. સાધુ થવામાં સારું છે. સાધુતાના ગુણ શીખવા, દાસાનુદાસ થવું તેમાં સારું છે.'
'અનાદિ બ્રહ્મ ગુણાતીત એ ભગવાનનું સ્વરૂપ અને એને સેવીને થયા હોય એ સંતનું સ્વરૂપ. જેવા ગુણાતીત નિર્દોષ એવા એ સંત પણ નિર્દોષ...'
'જ્યાં સુધી પૃથ્વી પર અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન રહે, ત્યાં સુધી એક પેઢી. એ જ્ઞાન અદૃશ્ય થાય એટલે એક પેઢી પૂરી થઈ કહેવાય...'
કોઈએ કહ્યું કે આ ગામના હરિભક્તો બહુ સેવા કરે છે. ત્યારે યોગીજી મહારાજ કહે, 'મારા સારુ કયાં કરે છે ? અક્ષરધામ મેળવવા માટે કરે છે.' એટલે કોઈ બોલ્યું કે 'બાપા ! આપનો રાજીપો મળે તો અક્ષરધામ મળે ને...' ત્યારે સ્વામીશ્રી કહે કે, 'હા, રાજીપો મેળવવો પડે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-57:
One Whose Renunciation is Useless
“… If, on the other hand, a person can outwardly renounce many other things but cannot discard an object that hinders him in worshipping God, his renunciation is useless.”
[Gadhadã II-57]