પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૬૮
ગોંડલ, તા. ૧૮-૩-'૬૧
ગઢડા મધ્ય પ્રકરણનું ૨૮મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી કે 'જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે...' તે સાંભળી યોગીજી મહારાજ એકદમ બોલ્યા : 'ગુણાતીતનો દ્રોહ કરે ને પછી મહારાજની આરતી ઉતારે તે મહારાજ આરતી અંગીકાર કરતા હશે ?' ગુણાતીત - જે ભગવાનના ઉત્તમ ભક્ત એમના દ્રોહથી તો જીવનું સત્યાનાશ નીકળી જાય, જીવ જડસંજ્ઞાને પામી જાય. પછી એકલા શ્રીજીમહારાજની ગમે એટલી પૂજાવિધિ શાસ્ત્રવિધિ પ્રમાણે ઠાઠમાઠથી કરે, પણ મહારાજને તે અંગીકાર કરવી ગમતી નથી. જેમ દીકરાને ધોલ મારે ને બાપની આરતી ઉતારે, તે બાપ કેમ સ્વીકારે ? ન જ સ્વીકારે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-37:
The experience one will never forget
“… If a person cultivates the gnãn of that form of God in this way, then if he has offered bhakti to that God and has fully experienced the bliss of that gnãn and bhakti as it really is at least once in his jiva, he will never forget it. In fact, regardless of whatever happiness or distress comes his way, he does not forget the experience of that bliss of God’s form…”
[Gadhadã III-37]