પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીમાં ત્રિવેણીનું દર્શન
આજે સ્વાગતસભામાં તારાપુરવાળા હરમાનકાકા સ્વામીશ્રી આગળ આવ્યા. તેઓએ બુકે આપીને સ્વામીશ્રીને પંચાંગ પ્રણામ કર્યા. ચરણસ્પર્શ કર્યો. તેઓની ઉંમરને હિસાબે ઊભા થતાં મુશ્કેલી પડતી હતી. પોતાના શરીરનું બૅલેન્સ રાખવા સાથે રાખેલી લાકડી કઈ બાજુ મૂકવી એવું વિચારે એ પહેલાં તો સ્વામીશ્રીએ જ એમની લાકડી પકડી રાખી!
ઊભા થયા પછી પણ સ્વામીશ્રીના હાથમાંથી લાકડી લેવાને બદલે તેઓ ભાવાવેશમાં હતા એટલે ખિસ્સામાંથી માળા કાઢી અને સ્વામીશ્રીને ફેરવવા આપી. સ્વામીશ્રી માટેનો આ દર વખતનો ક્રમ હતો. એટલે એમણે ૫-૭ મણકા ફેરવીને માળા પાછી આપી. ત્યાર પછી હરમાનકાકાએ લાકડી પાછી લીધી.
ભક્તવત્સલતા, પરગજુ પણું, સરળતાની ત્રિવેણીનું દર્શન કરતાં સભામાં બેઠેલા સૌએ અનાયાસ સ્નાન કર્યું.
(૨૪-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Loyã-7:
Highest Realisation
"… That is to say, even after one has become brahmarup, one still has to realise Parabrahma Purushottam…"
[Loyã-7]