પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-11-2010, બોચાસણ
સ્વામીશ્રીને કાર્તિકી પૂર્ણિમાના સમૈયામાં જવાની ઉતાવળ તો હતી જ, એટલે સમય થતાં સ્વામીશ્રી ઉતાવળ કરવા લાગ્યા. વ્હીલચૅરમાં સ્વામીશ્રી વિરાજમાન હતા. વ્હીલચૅરમાં હોવાથી આમ તો ચંપલની જરૂર ન હતી, પરંતુ બાજુમાં ઊભેલા બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘ચંપલ પહેરો તો જરાક સારું લાગે. આમ ટીપટોપ રહેવું જોઈએ.’
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે : ‘ટીપટાપ કરવા જ નહીં. આપણે તો ભગવાન રાખે એમ જ રહેવું, ભજન કરવું. ટીપટાપમાં તો કેટલાય મરી ગયા.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘મારો કહેવાનો અર્થ વ્યવસ્થિત રહેવું એવો હતો.’
સ્વામીશ્રી કહે : ‘ટીપટોપ એટલે ગોટાળો જ થયો એમ સમજો.’
સ્વામીશ્રી હંમેશાં સાદાઈમાં જ માને છે. રજોગુણ તેઓને ગમતો નથી.
Vachanamrut Gems
Vartãl-19:
Not Desiring the Worldly Vishays
“… Thus, one who has recognised God becomes an attendant of God. Thereafter, he should not cease to be an attendant of God by desiring to enjoy the pleasures of worldly vishays like worms in excreta.”
[Vartãl-19]